અંબાલાલ કાકા ની આગાહી સાચી પડી .. ભાજપ માં અંદરો અંદર ડખ્ખા ચાલુ….
(લંકેશ)
અંબાલાલ કાકાનું નામ આવે એટલે વરસાદની કે વાવાઝોડા ની આગાહી યાદ પરંતુ હવે કાકાએ હવામાન સાથે રાજકારણ અને ક્રિકેટની પણ આગાહી કરવાની શરૂવાત કરી દીધી છે જેના રૂજાન આવવા ના ચાલું પણ થઈ ગયા છે,
અંબાકાકા લોકપ્રિયતામાં મુખ્યમંત્રી ને પણ પાછળ રાખી દીધા છે બજરંગદાસ બાપાની જેમ ગામડે ગામડે અંબાકાકા પ્રચલિત છે જેમને આગાહી કરો હતી કે ઓક્ટોબર માસ પૂરો થતા જ ભાજપ માં અંદરો અંદર ડખ્ખા ચાલુ થઈ જશે જેના સંકેત પણ સુરત, રાજકોટ અને મોરબી બધે થી આવવા લાગ્યા તે જોતા આ આગાહી પણ સાચી પડે તેમ લાગે છે
આવનારી ૨૦૨૬ ની મહાનગર પાલિકાની ચૂંટણી માં દર વખતની જેમ ભાજપને સહેલું નથી એનું કારણ વિસાવદર પસી ભાજપ ની હાર બાદ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી ની લોકપ્રિયતા વધી છે , જો મહાનગર પાલિકામાં આપ વિરોધ પક્ષમાં પણ આવે તો તેનું નુકશાન આવનાર વિધાનસભા માં થવાનું છે
લોકો માટે દીવાળી પણ મોરબી માં ભાજપ માટે હોળી આડા બે દિવસ
સુરતમાં લાફા કાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા, કાર્યકતા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલા ને તમાચાના તમારા ગુજરાતમાં ગુજંતા થયા, રાજકોટના મેયર અને ધારાસભ્ય ડો દર્શિતા શાહ વચ્ચે નો તું તું મેં મેં નો ઝખડો જાહેર છે આવી રીતે મોરબીના સરદારબાગ અનાવરણ પ્રસંગે સાંસદ ની હાજરીમાં જગજાહેરમાં મહિલા ભાજપના બે નેતાઓ વચ્ચે ટાંટીયા ભાગી નાખવા અને અભદ્ર ગાળોનો વરસાદ થયો હતો
હાલ મોરબીની સ્થાનિક અને પ્રાથમિક સમસ્યા થી લોકોની અંદર ક્રોધનો વાઇરસ ઘર કરી ગયો છે, જેમાં ૩૦ વર્ષ સુધી સાશન તેમ છતાં રોડ રસ્તા ના ખાડા , ટ્રાફિક , ખુલ્લી અને ગંધાતી ગટર , ભાજપના નેતાઓના બેફામ બાંધકામ અને ગરીબ ઉપર તવાઈ, પોલીસ દ્વારા અંગ્રેજો ને શરમાવે તેવી કામગીરી જેના અનેક કારણો લોકો હલ મનમાં દબાવી ને બેઠા છે કારણ કે જનતા હવે શાણી થઈ ગઈ છે
મોરબીમાં વધતો જતો ક્રાઈમ રેશિયો અને પોલીસની હપ્તાખોરી સાથે જમીન કોભાંડ માં પોલીસ ભૂમિકા સામે ધારાસભ્ય પણ ફરિયાદ માટે ગાંધીનગરના ધક્કા ખાતા હોય તો આમ જનતા કેટલી હદે, નગરપાલિકાનો ગટર અને પાણી પુરવઠા નો યોજનામાં ૨૦૦ કરોડ રૂપિયા કાગળ ઉપર દોરી ચાઉં કરી ગયા જેનું પાપ મોરબીની પ્રજા હજી ભોગવી. રહી છે
ગરીબોની જમીન હડપ કરી જવાની તૈયારી કરતા નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ હજી પણ AC ઓફિસ મા બેસી લીલા લહેર કરે છે
હાલ મોરબી ભાજપના નારાજ લોકો જ સક્રિય થયા છે અને મોકો મળતા જ આપી ની ઘોડી ઉપર સવાર થઈ વરરાજા બનશે, મોરબી ભાજપ ના ડખ્ખા વચ્ચે વહેતા થયેલા એક નેતાનું CD કાંડ ના સમાચારો ભાજપને લઈ ડૂબશે એ પણ નક્કી છે, ઉદ્યોગોને પણ સાઇડ કાપતો હનીટ્રેપ નો ધંધો ફૂલે ફલીયો છે
હાલ ભાજપમાં દેખાડવાનું શિસ્ત છે પણ અંદરો અંદર ડખ્ખાની એવી ઘૂચ છે કે નેતાના કાર્યકર્મ તો દૂર ની વાત છે ખુદ મુખ્યમંત્રી આવે તો પણ માંડ ૩૦૦ લોકો ભેગા થતા નથી ,
હવે હિન્દુ મુસ્લિમ ના ડોઝ થી લોકો નું દર્દ દૂર થવાનું નથી એ ભાજપ ખુદ જાણે છે કે પ્રજાને હવે બુલડોજર ની કાર્યવાહી માં રસ નથી, લોકોને સારી સલવાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ છે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોઈ છે
ખેડૂતો અને ગામડાની પ્રજા ભાજપ થી ખૂબ નારાજ ચાલી રહી છે સાથે સાથે શહેરોમાં પણ શિક્ષિત અને યંગ જનરેશન પણ આમ આદમી ને પ્રસંદ કરતી થઈ છે જેથી આવનારી ચૂંટણીમાં આપ દ્વારા આવા યુવાનો ને મેદાને ઉતરવાની રણનીતિ ઘડાઈ રહી છે, જે ભાજપને મોતિયો લાવી દેશે..





