Saturday, March 7, 2026

મોરબી પોલીસ ની કામગીરી થી એસ પી મુકેશ પટેલ લાલઘુમ, પોલીસને મોટીવેશન અને વિશ્વાસ ની જરૂરત

Advertisement
Advertisement
Advertisement

મોરબી પોલીસ ની કામગીરી થી એસ પી મુકેશ પટેલ લાલઘુમ, પોલીસને મોટીવેશન અને વિશ્વાસ ની જરૂરત

હત્યા જેવા ગંભીર બનવામાં પોલીસની દાનત ના દર્શન નવા એસ પી મુકેશ પટેલ ને થયા
રંગપર રોડ પર આવેલી કંપની માં કારખાનામાં કામ કરતા મજૂરો દ્વારા પાઇપ જેવા હથિયારો થી મંડળી બનાવી જાન લેવા હુમલો કર્યો અને માથું ફાડી નાખ્યું જેમાં સુપરવાઈઝર હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે જેની ફરિયાદ લેવા માં પોલીસ ની માનસિક ગુલામી વાળી દશા હોઈ એવી હાલત હતી

બનાવ રાત્રે ૪ વાગ્યાની આસપાસ બન્યો તેમ છતાં પોલીસ ફકત ફરિયાદ લેવા માટે સક્ષમ ન હતી કેમ કે મોરબી પોલીસ ને આદત પડી ગઈ છે ગુલામી પ્રથા ની, કોની ફરિયાદ લેવી કોની ન લેવી તેનું સિગ્નલ એક શાખા ના પી આઈ ના આદેશ અને સમજ પછી નક્કી થાય છે

ગઈ કાલે જે રીતે ઘટના બની એમાં રાત્રે ૪ વાગે આસપાસ ત્રણ મજૂર હુમલો કરે છે CCTV પોલીસ અને મીડિયા સુધી પહોંચે છે તેમ છતાં સાંજના ૬ વાગ્યા સુધી ફરિયાદ લેવાતી નથી , SP સાહેબ ની દરમ્યાનગિરી બાદ ફરિયાદ દાખલ થાય છે જેનું સીધું અને સાદુ ગણિત પોલીસ સક્ષમ નથી કા સ્વતંત્ર નથી

શું મોરબી પોલીસ કાયદાના મેન્યુઅલ પ્રમાણે કામ કરે છે કે પછી એક પી આઈ અને એના ફેમિલીયર કથિત પત્રકાર ના ઈશારે….?

હાલ થાણા નો ચાર્જ સાંભળી રહેલા અધિકારીઓ તેની કાબેલિયત થી કે પછી મહેરબાની થી ….? આવા અધિકારી નીચે કામ કરતા કર્મચારીઓ નિયમ અને સિદ્ધાંત મુજબની કામગીરી કરતા ખચકાઈ છે કારણ કે મોરબી પોલીસ ને માંડવાળી ની આદત પડી ગઈ છે

મોરબીમાં હત્યાનો પ્રયાસ તો દૂર ની વાત રહી પણ હત્યાના બનાવમાં પણ સમાધાન થઈ ગયાના દાખલા છે અને જો કોઈ અધિકારી તાબે ન થાય તો એની બદલી કા લીવ રિઝર્વ માં મૂકી દેવામાં આવતા, પરતુ એક અધિકારીએ પોલીસ ની પ્રતિષ્ઠા સાચવી કોઈ ને તાબે થયા વિના કામગીરી કરી, અને પોલીસ જયારે નૈતિકતા અને સિદ્ધાંત થી કામ કરે તો શું થાય એના દર્શન કરાવ્યા જેના લીધે આરોપીઓ હાલ જેલ માં છે

ખાલી હત્યાના પ્રયાસ જેવી સામાન્ય બાબતમાં નવા આવેલા અધિક્ષક જો લાલઘુમ થઈ જતા હોય તો તેમને ખરેખર આત્મા મંથન ની જરૂર છે કેમ કે દરેક ફરિયાદ ની રજૂવાત આપ સુધી પહોચતી હોઈ એ જરૂરી નથી

લોકો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ધક્કા ખાઈ થાકી જાય છે જ્યારે બીજી બાજુ ફરિયાદી ફરિયાદ માટે તૈયાર ન હોય તેવી જૂની મેટર કે જે અગાઉ દફતરે થઈ ગઈ તેમાં ધમકી મારી ફરિયાદ કરાવે છે તે પણ એક પી આઈ ના કથિત પત્રકાર મિત્ર માટે…અમુક જૂની અરજીમાં ફરિયાદી ને જ આરોપી બનાવી દેવામાં આવે છે

મોરબીના લોકોને નવા એસ પી મુકેશ પટેલ પાસે ખૂબ જ આશા છે કારણ કે જીલ્લા માં પહેલી વાર એવો માહોલ બન્યો કે લોકો અધિકારી બદલાવાની રાહ જોઈ રહ્યા હોય

ઘટમાં ચાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કા ફરો ક્યારે ઘટ ભીતર જોયા કરો, એસ પી સાહેબે ખરેખર ફિલ્ડ માં જઈ ને જાણવું જોઈ કે કાબેલિયત વાળા કર્મચારી હાલ ક્યાં છે , અને શા માટે છે,

મોરબી જેવા નાના હદ વિસ્તાર માં કાયદો વ્યવસ્થા કંટ્રોલ કરવો એ પોલીસ સ્ટાફ માટે સામાન્ય બાબત છે તેમ છતાં ક્રાઈમ રેશિયો વધી ને આસમાને પહોંચ્યો તેનું કારણ સજ્જન અને સિદ્ધાંતવાદી અધિકારીઓ ની અવગણના અને અપમાન , લેભગુ અને અય્યાસ, ચાપલુસ અધિકારીઓ કાયદા ઉપર કબજો કરી બેઠા છે જેના તાર ના વાજિંત્ર એક પી આઈ વગાડી રહ્યા છે

મોરબી મા કાળા કાચવાળી મોંઘી ગાડીઓ લઈ ને ફરતા બૂટલેગરો , ઇવેન્ટવાળા , વ્યાજખોર ની ભાગીદાર મોરબી પોલીસની જ એક શાખા ની ગેંગ છે જેની ચર્ચા મોરબી આખામાં થઈ રહી છે જેથી જ લોકો પોલીસ મદદ કે ફરિયાદ કરતા ડરે છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW