Tuesday, March 10, 2026

મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીનની અરજી રદ્દ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીનની અરજી રદ્દ

મોરબી જિલ્લાના ચકયારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં ઝડપાયેલ આરોપી સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી દ્વારા વકીલ મારફતે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી મુકેલ હતી જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલને આધારે કોર્ટે બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં ઝડપાયેલ આરોપી તલાટી મંત્રીની જામીન અરજી રદ કરી હતી
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરવડ ગામના વર્તમાન તલાટી મંત્રી દ્વારા બોગસ ખેડૂત ખાતેદાર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ ગુન્હાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સી.આઇ.ડીના પી.આઇ કે.કે.જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને મોરબી સબજેલ હવાલે કરી દેવામાં આવ્યા છે આ દરમ્યાન ગુન્હામા પકડાયેલ સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર દ્વારા તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી
જેમાં જણાવ્યુ હતું કે, અરજદાર મહેશભાઇ રાવલે સોગંદનામાં સાથે વારસાઈ આંબો લેવા માટે અરજી કરેલ હતી જેના આધારે પંચોની હાજરીમાં વારસાઈ આંબો બનાવી આપવામાં આવ્યો હોઈ જોકે ખોટા ખેડૂત ખાતેદાર બનવા માટે કે પછી જમીનની ખરીદીમાં અરજદારનો કોઈ રોલ નથી અને તેમના દ્વારા તા. 13/5/25 ના રોજ ટીડીઓ અને મામલતદારને અરજી કરીને તેમની સાથે ઠગાઈ કરી વારસાઈ આંબો મેળવ્યો હોવાની ફરિયાદ કરવા માટેની અરજી કરવામાં આવેલ હતી જેમાં અરજદારે જણાવ્યું હોય કે હળવદના ખોડ ગામે જમીન કૌભાંડ થયું છે અને ખોટો વારસાઈ આંબો તથા સોગંદનામુ મહેશભાઈ રાવલ દ્વારા રજૂ કરીને વરસદારોના નામ પોતાની હયાતીમાં રૈવન્યુ રેકર્ડમાં ચડાવવામાં આવ્યા હતા. અને આ કામ માટે છેતરપિંડી કરીને વારસાઈ આંબો મેળવવામાં આવેલ હોઈ.

જ્યારે સામા પક્ષેથી સરકારી વકીલ એન.ડી કારીઆ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તલાટી મંત્રી સરકારી કર્મચારી છે અને તેણે સત્તાનો દુરુપયોગ કરીને જે વારસાઇ આંબો બનાવ્યો હતો તેના આધારે બીજા ગુના થયા છે જે ગુનાના પાયોનીયર તરીકે તેને ગણી શકાય તેમ છે અને જો તેણે બોગસ વારસાઈ આંબો બનાવ્યો ન હોત તો બીજા ન બન્યા હોત. અને જે વારસાઈ આંબો બનાવ્યો હતો તેમાં જે પંચોની સહી છે તેનું 164 મુજબનું નિવેદન લેવામાં અ હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેઓની હાજરીમાં વારસાઈ આંબમાં મહેશભાઈ રાવલના સ્વર્ગસ્થ પત્ની કોકીલાબેન તેમના ત્રણ સંતાન ઉદયભાઇ, મયુરીબેન અને ધર્મિષ્ઠાબેનનું નામ હતું જોકે હંસાબેનનું નામ તેમાં પાછળથી ઉમેરવામ આવ્યું હતું અને વારસાઈ આંબામાં છેકછાક કરવામાં આવી છે તે પણ જોઈ શકાય તેમ છે.
આ ગુનાની તપાસ દરમિયાન હાલના અરજદારના કુલ મળીને 72 જેટલા હસ્તાક્ષરોના સેમ્પલ લેવામાં આવેલ છે અને એફએસએલમાં મોકલીને તેની આગળની તપાસ કરવામાં આવી રહી છે અગાઉ આ કેસની તપાસ માળિયાના પીઆ કરતા હતા ત્યારબાદ બે ડીવાયએસપી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી અને હાલમાં સીઆઇડી દ્વારા અ કેસની તપાસ ચાલી રહી છે અને તેના ઉપર ગૃહ વિભાગનું સીધું મોનિટરિંગ છે. અને અરજદાર સરકારી કર્મચારી હોય કેસમાં તેની સિરિયસનેસ વધી જાય છે આમ સરકારી વર્કીંલ તથા અરજદારના વકીલે કરેલ દલીલો તેમજ જુદીજુદી કો ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીના એડિશનલ સેશન્સ જજ કે આર પંડયા દ્વારા આરોપ ભરતભાઈ દેવજીભાઈ ખોખરના રેગ્યુલર જામીન માટેની અરજીને રદ કરવામાં આવેલ છે તેવી માહિતી મદદનીસ સરક વકીલ એન.ડી. કારીઆ પાસેથી જાણવા મળેલ છે.

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW