મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભાણવડ તાલુકાના ટીંબડી હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા વન્યજીવ અભયારણ્ય- ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે પધાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું બરડા ખાતેના હેલિપેડ પર રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, કલેકટર શ્રી રાજેશ તન્ના, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.





