ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડ મા આરોપી સાગર ફુલતરિયા એ વટાણા વેરી દીધા , CID એક પેનડ્રાઈવ ની તલાશ માં .. શું છે એ પેનડ્રાઈવ માં….?
ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ જમીન કોભાંડ માં ચાર મહિના થી નાસ્તા ફરતા અને મોંઘા વકીલ રાખી આગોતરા જમીન મેળવવાના પ્રયાસો કરતા સાગર ફુલતરીયા ની CID ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી પાસે થી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે અને હાલ પુછપરછ ચાલી રહી છે
CID ની પ્રેમ થી પૂછપરછ માં સૂત્રોની જાણકારી પ્રમાણે સાગરે વટાણા વેરી દીધા છે કે આ કૌભાંડમાં તેને ફકત એટલા માટે રાખવામાં આવ્યો છે કે તે ખેડૂત ખાતેદાર છે પડદા પાછળ ના માસ્ટર માઇન્ડ કોઈ બીજા જ છે
વજેપર ની સૌથી મોંઘી જંત્રી વાળી જમીન ની અવેજ જ ૯૦ લાખ જેટલી છે જો આ રકમ સાગર ફુલતરિયા પાસે હોય તો તે કોભાંડ જ ન કરે , તો આ રકમ કોની તે સૌથી મોટો પ્રશ્ન છે અને આ રકમ કોણે બ્લેક માંથી વ્હાઇટ કરી તે પણ તાપસ નો વિષય છે આવા પરિબળો જોતા આજ સુધી જે મુખ્ય આરોપી કહેવાતો હતો એ તો ફકત મહોરું છે CID દ્વારા મીડિયા સમક્ષ આડકતરી રીતે એ પણ જણાવી દીધું કે આ સમગ્ર કોભાંડ ઉચ્ચ અધિકારીના આશીર્વાદ વગર શકય નથી , હાલ વજેપર ની તપસ ભર્યા નારિયેળ જેવી છે
હાલ CID સાગર ફુલતરિયા ને લઈ ને એક નાની એવી વસ્તુ શોધી રહી છે તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી કારણ કે આ તપાસ ફકત જમીન કોભાંડ ની નથી રહી પણ સાથે સાથે બ્લેક મેલિંગ અને હનીટ્રેપ ની બની ગઈ છે
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ પણ આ બાબતે ગંભીર રસ લીધો છે કે મોરબીમાં જે હનીટ્રેપ અને CD ઓ નો ધીકતો ધંધો છે તે કાયમ બંધ થાય અને ભૂતકાળમાં થયેલ હનીટ્રેપ ની વાતો આજ દિન સુધી બહાર નથી આવી તે બહાર આવે અને મોરબી માં થયેલ અમુક અપમૃત્ય કેસ નો પર્દાફાશ થાય
ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબીના રોડ રસ્તા સાથે ભ્રષ્ટ અધિકારી સાથે સાઠગાંઠ કરી સિન્ડિકેટ ચલાવતી અને મોરબીના હિત ને નુકશાન કરનાર તમામને પાડી દેવાના મૂડ માં છે





