મોરબીમાં ઉલટી ગંગા ફરિયાદી તલાટી , આરોપી તલાટી અને આવેદન પણ તલાટીમંત્રી આપશે
ગઈ કાલે માળિયા ખાતે દાખલ થયેલ બોગસ ખેડૂત ખાતેદાર ની ફરિયાદ ની તપાસ CID crime રાજકોટ કરી રહી હતી જેમાં એક આરોપી તલાટી કમ મંત્રી ભરત દેવજીભાઈ ખોખરની અટકાયત કરવામાં આવી છે
ફરિયાદ ની વિગત એવી છે કે તલાટી કમ મંત્રી દ્વારા બોગસ વારસાઈ પેઢી આંબો કાઢી આપતા આ પેઢી આંબાનો ઉપયોગ કરી સમગ્ર કોભાંડ થયા હોવાનું ફરિયાદ ની વિગત માં છે,હળવદના ખોડ ગામના સર્વે નં ૨૨૯ પૈકી સરકારના anyror માં ઓનલાઇન ચેક કરવાથી પણ કોઈ બોગસ ખેડૂત ખાતેદાર છે જ જાણ શકાય તેમ છતાં તપાસ ને લંબાવાઈ રહી છે
આ ફરિયાદના આરોપી સ્વ મહેશ રાવલ દ્વારા સોગંદનામું રજૂ કરી વારસાઈ આંબો કાઢવા જે તે વખતના તલાટી કમ મંત્રી નો સંપર્ક કરતા સોગંધનામાં માં મહેશ ની ઉમર ૭૫ વર્ષ અને તેની પુત્રી ની ઉમર ૫૮ વર્ષ હોઈ જે પરથી તલાટી મંત્રી એ વારસાઈ આંબામાં મહેશની ઉંમર ૬૨ અને પુત્રી હંસાબેનની ઉમર ૫૮ વર્ષ દેખાડી હતી
બાદમાં માલૂમ થયું કે હંસાબેન મહેશ રાવલ ની પુત્રી જ નથી આને આ બધું બોગસ ખેડૂત ખાતેદાર બની બેનામી આવકને જમીન માં રોકાણ માટે નું મોટું ષડયંત્ર છે જેની તપાસ પ્રાંત અધિકારી , મામલતદાર અને ખુદ કલેક્ટરે કરી હતી
જેમાં પુત્ર અને પુત્રીની ઉંમરનો તફાવત ફકત ૪ વર્ષ હોઈ એ તપાસ કરતા મોરબી કલેકટર કે બી ઝવેરીને 3 મહિના લાગ્યા , બાદમાં જિલ્લા વિકાસ અધિકારી ને ફોજદારી કાર્યવાહી માટે આદેશ કયો તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સંકલનમાં લાલ ઘૂમ થતા આખરે આ ફરિયાદ નોંધાઈ
ફરિયાદ નોંધાયા બાદ તપાસ પી આઈ બાદ dy sp ઝાલા પાસે થી લઈ dysp સારડા ને આપવામાં આવી ફરી કાંતિ અમૃતિયા મેદાને આવતા આ તપાસ CID ને સોપવામાં આવી, હાલ CID ના જે રીતના મોરબી ધામા છે એ જોઈ અમુક ભ્રષ્ટ અધિકારીને ગળે થી કોળિયા ઉતરતા નથી
મોરબીના કાંતિ અમૃતિયા રોડ રસ્તા સાથે ભ્રષ્ટાચાર અને કટકી બાજ અધિકારીઓ વિરુદ્ધ મુહિમ ચલાવતા જિલ્લા પ્રશાસન જાણે મહાત્મા ગાંધીને માર્ગે ચાલાવા લાગ્યું હોય તેવો માહોલ છે ,
જે રીતના સુત્રો દ્વારા તલાટી કમ મંત્રી ના આવેદનના ગ્રુપ મેસેજ થી લોકોમાં પણ રમૂજના સમાચાર વહેતા થયા છે કે જેની વિરુદ્ધ કામ કાજ માટે અવારનવાર રજુવત કરવી પડે એ તલાટી મંત્રી પણ આજે આવેદન આપશે ,જો કોઈ ને કામકાજ હોય તો કલેક્ટર ઓફિસ મળશે
જે ફરિયાદમાં ફરિયાદ સરકાર એટલે કે તલાટી કમ મંત્રી છે આરોપી પણ તલાટી કમ મંત્રી છે તેમાં કઈ વાતને લઈ આવેદન આપશે તે જોવા લોકોમાં પણ કુતૂહલ જાગી છે





