જંગલ ત્યારે જ કપાઈ જેમાં કુહાડી નો હાથો લાકડાનો જ હોય… આ વાત પટેલ સમાજ માટે છે
મોરબીમાં દેવ સોરિયા નામના યુવાન થી કહાની શરૂ થઈ અને રવાપર ના સંજય અઘારા થી ખતમ થઈ જેમાં પટેલ સમાજના મસીહા બની પટેલ સમાજનો જ મદદ ના નામ ઉપર વેપાર કર્યો જેને સમાજે સેવા માની લીધી
રવાપર ના માજી સરપંચ સંજય અઘારા ની માલિકીની રવાપર ગામમાં 30 કરોડ થી વધુની કિંમતી સર્વે નં 18/3 ની જમીન આવેલી હતી જેનો સાટાખત ખુદ સંજય ભાઈ એ મોહિત અગરિયા નામમાં વ્યક્તિ ને કરી આપ્યો , કબજા સહિત નો સાટાખત કોઈ ભોળવી ને ના કરી જાય, આ કામ માટે રવાપર ના કુખ્યાત રમેશ બોરીચા ને વચ્ચે રાખવામાં આવ્યો બાદમાં બધો ડ્રામા થયો તે મોરબી જાણે છે
દેવ સોરિયા હોઈ કે સંજય અઘારા ગુજરાતમાં હજી એવી પરિસ્થિતિ નથી આવી કે કોઈ પણ બળજબરી થી કઈ પડાવી લે અને પ્રશાસન કાર્યવાહી ન કરે
સંજય અઘારા ને 30 કરોડ ની જમીન ફકત 20 લાખ માટે ગીરવી મૂકવી પડે , જે પૈસા પણ ધંધા માં વાપરવા જે વાત ગળે ઊતરે એવી નથી, મોરબી માં જયંતી રાજકોટિયા જેવા લોકોને કોઈ જ લખાણ વિના 700 કરોડ જેવા મળી જાય
30 કરોડ થી વધુની કિંમતી જમીન હોવાથી રવાપર નો એક પટેલ જે ભૂતપૂર્વ જુગારી કે જેનો મુખ્ય ધંધો ઇવેન્ટના નામે યુવાનોને ગોવા નેપાળ લઈ જઈ જુગાર રમાડી કરોડો રૂપિયા કમાવાનો હાલ આ જુગારી કરોડો કમાઈ પ્રોફેશનલ થઈ ગયો છે , જે તેના ભાગીદાર અને વિવાદિત પી આઈ મિત્ર સાથે મળી પટેલ સમાજની મેટર માં કોઈ રીતે મલાઈ તારવવી અને સેટલમેન્ટ કરવું
સૂત્રો માંથી ચર્ચા એવી પણ છે આ પ્રોફેશનલ જુગારીએ આ કિંમતી જમીન મોઢે મોઢ સોદો કરી તેના ભાગીદાર પી આઈ મિત્ર સાથે મળી ખેલ ગોઠવ્યો જેમાં મોરબી LCB મા અરજી થઈ અને રાજકોટના આહીર અને રમેશ દેવા બોરીચાને ઢોર માર મારી સાટાખત કેન્સલ કરાવ્યું બાદમાં આ બાબતે હાઈકોર્ટ સુધી પીટીશન દાખલ થઈ
DG ના અને કોર્ટ ના કડક આદેશ હોવા છતાં પી આઈ પંડ્યાએ સિવિલ મેટર માં અરજી ઉપર કાર્યવાહી કરી ઢોર માર મારી સાટાખત કેન્સલ કરાવ્યું જેમાં વાત હાઈકોર્ટ સુધી જતા પી આઈ પંડ્યાને પરસેવો વળ્યો
જેથી ફરી પાછો આ ટોળકીએ પટેલ સમાજને હાથો બનાવવા એક તખ્તો ગોઠવ્યો જેમાં પટેલ સમાજના મસીહા જે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવે છે તેને લઈ કલેક્ટર માં આવેદન અને એસ પી માં આવેદન અને મીડિયા માં દીકરો કરી પી આઈ માટે માહોલ બનાવી દીધો, જેમાં પટેલ સમાજનો મસીહા ભાગીદાર છે કે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો એતો રામ જાણે
પરંતુ પટેલ સમાજની કમજોરી એ છે કે એ ભૂલી બહુ જાય કરેલા કામ પછીક્યારે વિચારતો નથી કે શું થયું, દેવ સોરિયા હાલ નિર્ભય છે સંજય ને એની જમીન મળી ગઈ, કે પસી ચોર પાસે થી ડાકુ પાસે ગઈ, એકવાર સમાજે મદદ કરી દીધી પસી પણ આ સંજય ભાઈ નો અપહરણ નો એક વીડિયો આવ્યો હતો જેમાં કોઈ ફરિયાદ થઈ ન હતી પણ મીડિયા ના ખંભે બંધુક ફોડી બધું બરાબર થઈ ગયું
હાલ માં અમુક પટેલ સમાજના ઇસમો આવા વિવાદિત પી આઈ સાથે ભાગીદારી કરી સમાજ માંથી આવતી મેટર માંથી મલાઈ કાઢે છે જેમાં સમાજના મસીહાઓ પણ ભાગીદાર હોય છે , આ બધો તખ્તો એક મોડે સુધી ચાલતા રવાપર રોડના કેફે માં ગોઠવાઈ છે
સમાજના આવા જયચંદો ને કારણે પી આઈ પંડ્યાની માનસિકતા બહાર આવી અને પટેલે ફરિયાદ કરવા ન આવવું જમીન વેચી નાખવી જેવા શબ્દ કહેલ જેની પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન આપવું પડ્યું
હિન્દ વૈભવ ની દરેક સમાજને અપીલ છે કે જો તમારી સામે અન્યાય કે અત્યાચાર થાય તો પોલીસ માં ફરિયાદ કરો જો પોલીસ ફરિયાદ ન લે તો કોર્ટમાં ફરિયાદ કરો અને ન્યાય માટે લડત આપો તમારી પાસે પુરાવા હશે તો ન્યાય સો ટકા મળશે પણ આવા સમાજના ઠેકેદારો પાસે ન જાવ તે તમારી પીડાનો વેપાર કરશે
(ક્રમશ)





