ચારણ મહાત્મા પુ. ઈશરદાસજી બારહટની ૫૬૭મી જન્મ જયંતિ નિમિતે મોરબી ABCGMY દ્વારા હરિરસ પાઠ વંદના
ભક્તકવિ ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પુ. ઈશરદાસજી બારહટ ના 567મા જન્મોત્સવ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા મોરબીની મહિલા ટીમ દ્વારા અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવીના આંગણે હરિરસ પાઠ વંદનાનુ દિવ્ય આયોજન કરવામા આવ્યુ.
રાજસ્થાનના બાડમેર પરંગણામા જન્મેલા ચારણ મહાત્મા ઈશરદાસજી બારહટએ સૌરાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી જામનગર સ્ટેટના કવિરાજ બન્યા. અને પોતાની વિરલ ભક્તિ ભાવના અને સાહિત્ય સાધના વડે હરિરસ અને દેવિયાણ જેવા મહાકાવ્યો આપી જન સમાજમાં ‘ઈશરા સો પરમેશ્વરા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ચારણસમાજ મોરબી ની માતૃશક્તિઓ દ્વારા પુ. ઈશરદાસજી જન્મ જયંતિ નિમિતે શ્રી નયનાબા બારહટ, શ્રી ભુમિબેન નાંદણ, શ્રી સ્વેતાબેન રતન , શ્રી પુજાબેન મુલરવ તથા કમળાબા મિસણના વડપણ હેઠળ હરિરસ પાઠ વંદના નુ આયોજન કરવામા આવ્યુ હતુ.







