સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ગાંધી નગર સેક્ટર 24 ખાતે બાળ વાર્તા કાર્યક્રમ યોજાયો
ગાંધી નગર સેક્ટર 24 ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં સુપ્રસિદ્ધ બાલ સાહિત્યકાર ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સ્વ. બાલ સાહિત્યકાર જીવ રામ જોશી શ્રેણી અંતર્ગત બાળ વાર્તા પ્રસ્તુત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ડૉ પટેલ દ્વારા બાળકોને શિકાર કથા મોત ના મુકાબલા ની હાથીના બચ્ચા દિપડા સામે લડવાની પ્રેરણા રૂપ સાહસિક વાર્તા બાળકોને સંભળાવી હતી તદ ઉપરાંત ડૉ પટેલ દ્વારા મહાત્મા ગાંધી અને મહાન ખેલાડી ક્રિકેટર સચિન તેંડુલકર ના ઉદાહરણો સાથે વ્યસન મુક્તિ અંગે બાળકોને માર્ગ દર્શન આપ્યું
તેમજ 9 થી 29 વર્ષ ના યુવા ઓ સૌથી વધુ આત્મ હત્યા કરે છે તે રોકવા જાગૃતિ લાવવા માટે બાળકોને માર્ગ દર્શન આપ્યું
આ કાર્યક્રમ માં શાળા ના પ્રિન્સિપાલ સંગીતા બેન પટેલ અને શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં શાળા ને જીવ રામ જોશી બાલ વાર્તા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવા માટે સહકાર આપ્યો તે બદલ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નું સંયોજક તખૂ ભાઈ સાન્ડ સૂર, સહ સંયોજક ડૉ મહેશ ભાઈ ઠાકર અને કાર્યક્રમ સંયોજક શ્યામ જી દેસાઈ ના હસ્તાક્ષર વાળું પ્રમાણ પત્ર સ્વામી વિવેકાનંદ શાળા ના પ્રિન્સીપાલ સંગીતા પટેલ ને ડૉ ગુલાબ ચંદ પટેલ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સદસ્ય દ્વારા સન્માન સહ આપવામાં આવ્યું
ડૉ પટેલ દ્વારા આપવામાં આવેલા બાલ સાહિત્ય, વ્યસન મુક્તિ અને આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ અંગે પ્રિન્સીપાલ સંગીતા પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડૉ ગુલાબ ચંદ પટેલ
બાલ સાહિત્યકાર. હિન્દી ગુજરાતી
સદસ્ય શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ ભાવનગર
MO 8849794377





