Wednesday, June 24, 2026

પોકસોના ગુનામાં સહઆરોપીના જામીન મંજુર કરતી મોરબીની સ્પેશીયલ કોટૅ

Advertisement
Advertisement
Advertisement

પોકસોના ગુનામાં સહઆરોપીના જામીન મંજુર કરતી મોરબીની સ્પેશીયલ કોટૅ

આ કેસ ની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી અને ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદેથી આરોપી નં.૧ ભગાડી ગયેલ હોય તે તેમાં હાલના અરજદાર દ્વારા મદદગારી કરેલ હોય અને તે ફરીયાદી ના કામે ટંકારા પોલીસ દ્વારા આરોપી રાહુલ પ્રવિણભાઈ ચાવડા ની અટક કરી અને નામદાર કોર્ટે સમક્ષ રજુ કરેલ અને જે તે સમયે આરોપીને જીલ્લા જેલમાં મોકલી આપેલ. જેથી આરોપીએ જામીન મુક્ત થવા વિ.વ.શ્રી નિશાબેન એમ.ઝોલાપરા તથા સંજય એલ માતંગ મારફતે જામીન અરજી દાખલ કરેલ અને વકીલશ્રી ની દલીલો ગ્રાહય રાખીને નામદાર મોરબીની સ્પેશીયલ પોકસો કોર્ટે આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો ન્યાયીક હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી તરફે કરતા એડવોકેટ નિશાબેન એમ.ઝોલાપરા, સમીર એમ.મઠીયા, સંજય એલ.માતંગ, તથા ઓફિસ આસી.હરેશ કે. દુબલ, રોકાયેલ હતા.

Related Articles

Total Website visit

1,609,220

TRENDING NOW