એ.કે. દોશી મહિલા કોલેજ માં આર્ટ્સ વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમા અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ ની ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો
ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો.ચેતના મેમ ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ તા.10/07/2025 ને ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા તથા પ્રથમ વર્ષ બી.એ ના વિદ્યાર્થીઓ માટે ઓરીર્યેન્ટેશન પ્રોગામ યોજવામાં આવ્યો. કાર્યક્રમનો પ્રારંભ ગણેશ વંદના, અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને તિલક અને ફૂલોથી સ્વાગત કરી ગુરુ વંદના કરી. તેમજ વિદ્યાર્થીનીઓએ વક્તવ્ય, ગીત, સુશોભન, સંગીત,એન્કરિંગ વગેરે કૃતિઓ રજૂ કરીને ગુરુજી પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો. સાથે સાથે પ્રથમ વર્ષમાં આવેલ વિદ્યાર્થીનીઓનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેમાં કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. ચેતના મેમ ભેંસદડિયા એ વિદ્યાર્થીનીઓને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં કોલેજ અને પરિવારનું નામ રોશન કરો એવા શુભ આશીર્વાદ આપ્યા. તેમજ ગુરુનું જીવનમાં મહત્વ શ્રેષ્ઠ મહત્વ ,ગુરુ જીવનના અંધકારમાંથી કેવી રીતે પ્રકાશ પાથરે તેના વિશે રસપ્રદ ચર્ચા કરી. ગુરુપૂર્ણિમા ની ઉજવણી સાથે ફ્રેશરસ વિદ્યાર્થીનીઓને આવકારવા માટે વિદ્યાર્થીનીઓએ ધમાકેદાર ડાન્સ, વેલકમ સ્પીચ આપી કાર્યક્રમને મધુરમય બનાવ્યો. અંગ્રેજી વિભાગના હેડ ડૉ. વિપુલ કપુર સર પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીઓના ટેલેન્ટ (તાર્કિક) અને મજા આવે એવી સુંદર મજાની ગેમ રમાડી સમગ્ર મંચના માહોલને ઉલ્લાસિત કર્યો. સાથે વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપીને તેઓના જુસ્સામાં પણ વધારો કર્યો અને કોલેજના વાઈસ પ્રિન્સિપાલશ્રી અને સંસ્કૃત વિભાગના હેડ ડૉ. અનિલ દ્વિવેદી સરે ગુરુ અને શિષ્યના સંબંધ વિશે ભગવાન શ્રીરામ અને શબરી ના ઉદાહરણ આપી ગુરુના મહિમા ને દર્શાવ્યો અને ભવિષ્યમાં દીકરીઓ ખૂબ પ્રગતિ કરે એવા શુભ આશિષ આપી આભાર વિધિ કરી અને અંતે વિદ્યાર્થીનીઓના તથા સમગ્ર કોલેજ સ્ટાફ પ્રોફેસરશ્રી ઓના સાથ સહકાર દ્વારા સમગ્ર કાર્યક્રમ ખરા અર્થમાં સંપન્ન થયો.















