*મોરબી તાલુકાની કાંતિપુર પ્રા. શાળાના ભૂતપૂર્વ નિવૃત્ત શિક્ષકશ્રી તથા ગામના જ વતની એવા શ્રીમાન સાણજા પ્રભુભાઈ સામજીભાઈ તથા એમના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોને યુનિફોર્મ અણમોલ ભેટ આપવામાં આવી છે.* *આ અગાઉ ગયા વર્ષે પણ પ્રભુભાઈ સાણજા દ્વારા બાળકોને યુનિફોર્મ કરાવી આપ્યો હતો, શાળામાં જ્યારે પણ કોઈપણ વસ્તુની જરૂર પડે પ્રભુભાઈ અને એમનો પરિવાર હંમેશા શાળા માટે હાજર જ હોય છે, એમની શિક્ષણ પ્રિય ભાવના અને શાળા તથા ગામનું ઋણ ચૂકવવા હંમેશા તત્પર રહેતા પ્રભુભાઈ સાણજા સમાજ અને જનજન માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. આ સિવાય એમના પુત્ર ડો. સતિષભાઈ સાણજા (માહી હોસ્પિટલ, રાજકોટ) પણ પિતા સમાન લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે કે જેઓ પાસે ખ્યાલ આવે કે કોઈ પોતાના ગામ કાંતિપુર થી કોઈ વ્યક્તિ દવા લેવા આવ્યું છે તો ઓપીડી ચાર્જ પણ લેતા નથી અને શક્ય એવી ઉત્તમ સેવા પૂરી પાડે છે. આજના સમયમાં પ્રભુભાઈ સાણજા એ સમાજ અને દેશ માટે પ્રેરક વ્યક્તિત્વ પૂરું પાડે છે.* *આ તકે કાંતિપુર પ્રા. શાળા પરિવાર તથા smc કમિટી, સાણજા પ્રભુભાઈ સામજીભાઈ તથા એમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.*






