Sunday, June 21, 2026

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ગીર સોમનાથના વૈજ્ઞાનીકશ્રીનું માનનીય કુલપતિશ્રીના હસ્તે સન્માન

Advertisement
Advertisement
Advertisement

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ગીર સોમનાથના વૈજ્ઞાનીકશ્રીનું માનનીય કુલપતિશ્રીના હસ્તે સન્માન

આજ રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આયોજીત સંમેલનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયા સાહેબના વરદ હસ્તે કૃષિક્ષેત્રે ખેડૂતો માટેની કામગીરી કરવા બદલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ના વિષય નિષ્ણાંત-પાક સંરક્ષણ શ્રી રમેશ રાઠોડનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સર્વે કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ, વિવિધ વિભાગોના હેડશ્રીઓ અને યુનિવર્સિટીના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહેલ. ખેડૂતો માટેની ખેતીલક્ષી માહિતી સરળ ભાષામાં અને સમયસર આપવા બદલ આ પ્રોત્સાહન રૂપી સન્માન કરવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW