Sunday, June 21, 2026

મોરબીની નટરાજ ફાટક નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની નટરાજ ફાટક નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે નટરાજ ફાટક આગળથી આધેડનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઇન્દિરાનગર ગાયત્રીનગરમા રહેતા ચરણસિંહ ગંભીરસિંહ પાલ (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે નટરાજ ફાટક આગળથી ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.બી-૧૯૪૨ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,895

TRENDING NOW