Saturday, June 6, 2026

મોરબીના નવી પીપળી ગામે ગે.કા. રીતે ગેસનું રીફીલીંગ કરતા એક ઇસમ ઝડપાયો; ૫.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવી પીપળી ગામે ગે.કા. રીતે ગેસનું રીફીલીંગ કરતા એક ઇસમ ઝડપાયો; ૫.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક રહેતા સંદિપભાઈ નામના આરોપીએ પોતાના રહેણાંક મકાન પાછળના ભાગે વરંડામાં આરોપીએ પોતાના આર્થીક ફાયદા માટે ઇન્ડેન ગેસના બાટલામાંથી ખાલી બોટલમાં ઇલેક્ટ્રિક મોટર મારફતે નળી નોઝલ થી ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કરી તેનુ વેચાણ કરવાના ઈરાદાથી ગેસનો જથ્થો મેળવેલ હોય જે કુલ કિં રૂ. ૫,૩૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આગળ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક રહેતા આરોપી સંદિપભિઈ રમેશભાઈ કાલરીયા (ઉ.વ.૩૬) એ પોતાના રહેણાંક મકાન પાછળ વરંડામાં આરોપીએ પોતાના આર્થીક ફાયદા માટે ઘરેલું વપરાશના લાલ કલરના ઇન્ડેન ગેસના બાટલા માથી ખાલી બોટલોમાં ઇલેકટ્રીક મોટર મારફતે નળી નોઝલ થી રીફીલીંગ કરી માણસની જીંદગી જોખમમાં મુકાય, મૃત્યુ નિપજે તો ખુન ન ગણાય તેવી જાણકારી સાથેનુ ગુન્હાહિત મનુષ્યવધ કરવાની કોશિષ કરવાનુ કૃત્ય આ ગેસ જવલનશીલ સળગી ઉઠે તેવુ પ્રવાહી હોવાનુ જાણવા છતા ગેરકાયદેસર રીતે ગેસનુ રીફીલીંગ કરી તેનુ વેંચાણ કરવાના ઇરાદે ગેસનો જથ્થો મેળવેલ હોય.

જેમાં રેડ દરમ્યાન લાલ કલરના સુપરગેસ ભરેલ બાટલા નંગ-૪૨ જેની કિંમત રૂ. ૧,૨૬,૦૦૦/-તથા સુપરગેસના ૧૫ નંગ મોટા તથા એક બોટલ નાની હોય જે ખાલી હોય જેની એક બોટલ કીરૂ ૩૨૦૦૦/- ગણી કબ્જે કરેલ છે તેમજ ૧૮ બાટલા ઇન્ડેન ના ખાલી જે સુપર કેરી વાહન ( છોટા હાથી ) રજીસ્ટર નંબર GJ-36-V-5456 વાળા માં ભરેલ છે જે ૧૮ નંગ બાટલા કી. રૂ. ૩૬૦૦૦/- ગણી કબ્જે કરેલ તેમજ એક ઇન્ડેન કંપની ભરેલ બાટલો કી. રૂ ૩૦૦૦/- ગણી કબ્જે કરેલ તેમજ સુપર કેરી વાહન ( છોટા હાથી ) રજી નંબર GJ-36-V-5456 કી. રૂ. ૩૦૦,૦૦૦/, તેમજ એચ.પી કંપની ના ખાલી બાટલા નંગ-૧૬ કી.રૂ. ૩૨૦૦૦/- ગેસ રીફલીંગ માટે ઇલેકટ્રીક મોટર નળી નોઝલ સાથે-૦૧ કી.રૂ ૫૦૦૦/- તથા એક ઇલેકટ્રીક વજન કાંટો-૦૧ કી.રૂ ૩૦૦૦/- તથા લોખંડ પાના નંગ-૦૪ નંગ- કી.રૂ ૨૦૦/- ગણી કૂલ કિ.રૂ. ૫,૩૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,761

TRENDING NOW