Saturday, June 6, 2026

મોરબી: ચોરીની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખી યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ચોરીની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખી યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે આરોપી અગાઉ કોપર વાયરની ચોરીમાં પોલીસમા પકડાયેલ હોય જેની બાતમી યુવકે આપેલ હોવાની શંકા હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને મારમારી છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કુલીનગર -૦૧ મા ભાડેથી રહેતા વિશ્વાસભાઈ કાનજીભાઇ પાટડીયા (ઉ.વ.૩૧) એ આરોપી અમીત દીલીપભાઇ સારલા રહે. યમુના નગર શેરી નં -૦૩ મોરબી તથા અસરફખાન હફીઝઉલ્લા પઠાણ રહે. સિપાઈ વાસ નગરદરજા અંદર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અમીત અગાઉ કોપર વાયરની ચોરીમાં પોલીસમાં પકડાયેલ હોય જેની બાતમી ફરીયાદીએ આપેલ હોવાની આરોપીઓને શંકા હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે મારા-મારી કરી ફરીયાદીને ગાળો કાઢી લોખંડના પાઇપ વડે મારમારી આરોપીઓ ફરીયાદને છરી વડે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW