Saturday, June 6, 2026

મોરબીમાં રાજ્યસેવકની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી ત્રણ શખ્સોએ વેપારી પાસેથી રૂ. 30 હજાર પડાવ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રાજ્યસેવકની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી ત્રણ શખ્સોએ વેપારી પાસેથી રૂ. 30 હજાર પડાવ્યા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે વેપારી યુવક પોતાની ઓફિસે બેઠા હોય ત્યારે ત્રણ શખ્સોએ ફોન કરી એક શખ્સે રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી વેપારી સાથે ફોનમા વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપીયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને વેપારી સાથે ખોટા નામથી છેતરપીંડી કરી રૂ. ૩૦૦૦૦ પડાવ્યા હોવાની વેપારી યુવકે ત્રણ શખ્સો વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ વેલકમ પ્રાઇડ ફ્લેટ નં -૨૦૧ માં રહેતા અને વેપાર કરતા અમિતકુમાર દલીચંદભાઈ વરમોરા (ઉ.વ.૩૯) એ આરોપી દિલીપભાઇ વાઘજીભાઇ જીવાણી રહે. મોરબી વિજયનગર તથા હિતેષભાઇ કેશવજીભાઇ કામરીયા રહે. ગામ હડમતીયા તા.ટંકારા અને હિમાંશુ ભટ્ટ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી દિલીપભાઈના કહેવાથી આરોપી હિતેષભાઇએ પોતે રાજ્ય સેવક નહી હોવા છતા રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી ફરીયાદી સાથે ફોનમા વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપીયાની લેતીદેતી બાબતનો પશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને ફરીયાદી સાથે ખોટા નામથી છેતરપીંડી કરી આરોપી હિમાંશુના મોબાઇલ નંબર ઉપર ૩૦,૦૦૦/- ગુગલ પે કરાવી આરોપીઓએ રૂપિયા મેળવી લઈ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,779

TRENDING NOW