Sunday, June 7, 2026

મોરબી પોલીસ પ્રશાસન ખરેખર નોર્મલ છે કે પછી….?

Advertisement
Advertisement
Advertisement

મોરબી પોલીસ પ્રશાસન ખરેખર નોર્મલ છે કે પછી….?

IG બધું જાણવા છતાં ધનના પ્રેમી ધૃતરાષ્ટ્ર બની જોયા કરે છે

વજેપર ચકચારી કાંડમાં અનેક મહિનાઓ બાદ CID હરકત મા પણ આરોપી પકડ થી દૂર ખુલ્લેઆમ જાહેરમાં ફરી રહ્યા છે
ગરીબ ખેડૂત ને ન્યાય ના નામ પર ફકત મશ્કરી ..

મોરબી પોલીસના ભ્રષ્ટાચાર મામલે રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી જર્સી ગાય જેવા દેખાવ માં સારા લાગે પણ દૂધ ન આપે
કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે પણ પકડવામાં જ નથી આવતા

ગુજરાતભર મા ચર્ચિત ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડ મા તપાસ ને ફૂટબોલ ના દડા ની જેમ ફંગોળવામાં આવી હતી જેમાં ઉચ્ચ પોલીચ અધિકારી, અધિકારી , પોલિટિસિયન અને પ્રતિકાર ની ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા સરે આમ છે મોરબીમા ઇતિહાસ માં અનેક ગરીબોની કિંમતી જમીન ભૂમાફિયા ઓળવી ગયા જેમાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી પરંતુ કે ડી લંકેશ દ્વારા વજેપર કાંડ મા કાર્યવાહી માટે કલમ કસી ત્યાર થી કૌભાંડીઓ ની જેલ યાત્રા નક્કી થઈ ગયેલ

આ કાંડ મા અરજીની તપાસ dysp ઝાલા પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા જેની જાણ પોલીસ અધિક્ષક કે કૌભાંડીઓને ન હતી, પરતુ dysp ઝાલાએ પુરાવા માટે જેવી જમીન ખોદવાની ચાલુ કરી અને ઓર્ગેનાઈઝ ગંભીર ગુનો ડિટેક્ટ કરી જેવી ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી જેની જાણ SP રાહુલ ત્રિપાઠી ને થતા જ sp ના પગ નીચે જમીન સરકી ગઈ અને કોઈ જ કારણ વિના dysp ઝાલા પાસે થી તપાસ આંચકી લેવામાં આવી કારણ કે ફક્ત dysp ઝાલા જ કોઈ ને તાબે થાય એમ ન હતા

તાપસ dysp ઝાલા પાસે થી લઈ જિલ્લા માં નવા આવેલા dysp દલવાડી ને તપાસ સોંપવામાં આવી અને ભીનું સંકેલવા દબાણ ઊભું રાખ્યું, ત્યાં સુધી આ મુદો મોરબી માં ચકચારી બની ગયો જેથી મોરબી વાંકાનેર ના ધારાસભ્યો સંકલનમાં ખુલ્લે આમ ઉધડો લેતા કે તમારી CD ઊતરી ગઈ જેવા આક્ષેપ કરતા અને ગાંધીનગર રજૂવતો થઈ, ખેડૂત પણ હાઈકોર્ટ ના દ્વાર ખટખટાવ્યા જેથી dysp દલવાડી ને અરજી દફતરે કરી દેવા SP દ્વારા દબાણ કરાયું પરતુ dysp ઝાલા ની તપાસ રિપોર્ટ જોઈ dysp દલવાડી ની હિંમત ન ચાલી અને મોડે રાતસુધી રકઝક બાદ ૧૨ લોકો ની નામજોગ ફરિયાદ માં માત્ર બે લોકો વિરુદ્ધ જ નામજોગ ફરિયાદ દાખલ કરાઈ અને તપાસ પી આઈ ને છોપી દીધી

બાદમાં ગાંધીનગર ખાતે રજુવત અને ધારાસભ્ય ની IG ને ગર્ભિત ધમકી બાદ તપાસ પસી DYSP ઝાલા ને સોંપવામાં આવી જેથી DYSP ઝાલાએ આ કાંડમાં સંડોવાયેલ તમામ વિરુદ્ધ મજબૂત ગાળિયો તૈયાર કર્યો પરંતુ DYSP ઝાલા ને તપાસ મા અનેક વિઘ્નો નાખતા ગાંધીનગર થી તપાસ ડાયરેક્ટ રાજ્ય પોલીસ વડા ની સીધી દેખરેખ હેઠળ આવેલ સી આઈ ડી ના CI સેલ ના dysp ને સોંપાઈ ત્યાં સુધી તપાસ પૂર્ણ થઈ ગયેલ હતી ફક્ત આરોપી ની ધરપકડ જ બાકી હતી જે હાલ CID ના મોરબી ખાતે ધામા પડ્યા છે

મોરબી વજેપર કાંડ ની તપાસ dysp ઝાલા કરી રહ્યાં હતા ત્યારે અમુક રાજકીય અને માજી રાજકીય લોકો ને પણ બળતરા ઉપડી હતી જે ગેંગ ભેગા મળી તપાસ રોકવા ટાંટીયા પછડાતા હતા જે તેની મજબૂરી હોઈ કે મિલીભગત તે આજ દિન સુધી જાણી શકાયું નથી પરતુ એવી પણ ચર્ચા ચાલે છે કે આ કાંડના આરોપીઓ જિલ્લા માં અનેક સફળ હનીટ્રેપ કરી ચૂક્યા છે જેના અધિકારીઓ અને રાજકીય લોકો ની પણ CD ઊતરી ગઈ તેવું ખુદ ધારાસભ્ય જાહેરમાં કહી ચૂક્યાં છે. જેથી આવા કાંડ માટે બ્લેકમેઇલ ગેંગ ને મોકળું મેદાન મળે છે અને હાલ મોરબી જિલ્લો નોર્મલ નથી

જિલ્લા માં કોની ફરિયાદ લેવી કોની ફરિયાદ ન લેવી તેનો નિર્યણ એક બે વચેટિયા કરી રહ્યા છે જો કોઈ નિષ્ઠાવાન અધિકારી આ વચેટિયાને તાબે ન થાય તો તેની બદલી કરી છેવાડે મોકલી દેવામાં આવે છે , જીલ્લા પોલીસ માં સારા અધિકારી સારા હોવાની સજા ભોગવી રહ્યા છે જિલ્લો ફક્ત એક જ વ્યક્તિ ચલાવી રહ્યો છે અને SP અને IG ને પોતાને ઈશારે નચાવી રહ્યો છે જેથી વજેપર ની તાપસ મા પોલીસ પણ રાજી હતી

અમુક પી આઈ સુધીના સારા અધિકારી એ વાત થી ડરી રહ્યાં છે કે પોતાના જ પરિવાર ને જયારે કોઈ સંકટ આવશે તો તેની ફરિયાદ પણ પોતે લઈ શકશે કે કેમ ..?
હાલ મોરબી જિલ્લો નોર્મલ નથી પરતુ એક પોલીસ ગેંગ ના ૪ લોકો એક વચેટીયા થી દબાઈ ને ખાનગી પેઢી ની જેમ ચાલવી રહ્યા છે

રાજ્ય પોલીસ વડા એ જે રીતે CID માં સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ કરી એમ જો મોરબી માં પણ છેલ્લા ૧ વર્ષ ની ફરિયાદ અરજી ની તપાસ કરાવે તો દૂધ ની દૂધ અને પાણી નું પાણી થાય એમ છે
ફરિયાદ લેવાના ન લેવાના કે ન મારવાના ફિક્સ ભાવ નક્કી કરેલ છે , જો SMC વાળા ફક્ત પોલીસ સ્ટેશનના cctv ફૂટેજ દેખતા અને રોજ આવતા વચેટિયા ની તાપસ કરે તો પણ મોટું કોભાંડ ખુલે તેમ છે

મોરબી મા હાલ વિપક્ષ તો નથી પણ સરકાર માટે પોલીસ અધિક્ષક જ વિપક્ષ નું કામ કરી રહ્યા છે લોકો પોલીસ થી પીડાઈ ને સરકાર પ્રત્યે નકારાત્મક વલણ દાખવી રહ્યા છે , રેપ. ખંડણી, અપમૃત્યુ જેવા કેસ મા પણ ફરિયાદ માટે ૨ મહિના જેવો સમય થઈ જાય છે , કિંમતી જમીન બાબતે ની તપાસ નું જ તત્કાલીન નિરાકરણ આવે છે જેમાં પોલીસ જ ખુદ જમીન માં ભાગીદારી કરે છે

અગાઉ પણ લાંચિયા પોલીસ અધિકારી દ્વારા અનેક લોકો પર ખોટી ફરિયાદ ના ભોગ બન્યા છે સરકાર નો પણ પોલીસ ઉપર કંટ્રોલ નથી રહ્યો ત્યારે માત્ર બે ચાર લોકો ની જાગૃતિ કરતા જીલ્લા ભરના લોકો આવા અભિયાન માં જોડાઈ અને લોકજાગૃતિ ખરા અર્થમાં સાર્થક થાય માટે જાગો અપને આપ મેં તો હિન્દ વૈભવ હૈ સાથ મેં

Related Articles

Total Website visit

1,607,785

TRENDING NOW