Sunday, June 7, 2026

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરાના છાપરા પરથી નીચે પટકાતાં બે યુવકના મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરાના છાપરા પરથી નીચે પટકાતાં બે યુવકના મોત

મોરબીના રફાળેશ્વર GIDC માં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.૪૦) રહે-ત્રાજપર કેદાર પેટ્રોલપંપ મોરબી તથા દિનેશ ભાઇ સોમાભાઇ વરાણીયા (ઉ.વ.૪૫) રહે-ત્રાજપર, મોરબી તા.જી.મોરબી વાળા રફાળેશ્વર GIDC જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા ઉપર કામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર પતરા ઉપરથી બન્ને જણા નીચે પડતાં ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવકોના મોત નીપજ્યા હતા.‌આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,816

TRENDING NOW