Tuesday, June 16, 2026

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ગામડે ગામડે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ગામડે ગામડે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૯ મે થી કરવામાં આવ્યો. અભિયાનના પ્રથમ દિવસે કોડીનાર તાલુકાના ગીર દેવળી, ચીડિવાવ સુત્રાપાડા તાલુકાના ખાંભા તેમજ ઉના તાલુકાના સોખડા, લેરકા અને કાજરડી એમ કુલ ૬ ગામોમાં જ્યારે તારીખ ૩૦ મે ના રોજ કોડીનાર તાલુકાના ડોળાસા, અડવી અને દુદાણા તેમજ ઉના તાલુકાના ખાપટ, રાતડ અને વરસિંગપુર એમ કુલ ૬ ગામોમાં કેવિકે, આઈ.સી.એ.આર. ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા આગામી ચોમાસું ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડેલ. આમ, તારીખ ૨૯ મે રોજ કુલ ૬ ગામોમાં અંદાજીત ૮૦૦ થી વધારે અને ૩૦ મે ના રોજ અંદાજીત ૬૦૦ થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંકલન : રમેશ રાઠોડ

Related Articles

Total Website visit

1,608,470

TRENDING NOW