Sunday, June 7, 2026

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર આયોજીત આઠમા સમૂહલગ્નમાં 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર આયોજીત આઠમા સમૂહલગ્નમાં 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

મોરબીના નવલખી રોડ પર આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આઠમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન આગામી તા. 20 ને મંગળવારે શ્રી બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમા ધુતારી નવલખી રોડ મોરબી ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેમાં મંડપ મુહૂર્ત બપોરે 3 વાગ્યે, જાન આગમન સાંજે 4 વાગ્યે, ભોજન સમારંભ સાંજે 7 વાગ્યે અને હસ્ત મેળાપ સાંજે 7.45 કલાકે યોજાશે.

આ સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઈ વી. પંડ્યા દ્વારા કરવામાં આવશે. જેમાં વિધિસર 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીનાથી માંડી 97 ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે.

આ સમૂહલગ્નમાં મહંત શ્રી ભાવેશ્વરી બેન રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી, દામજી ભગત નકલંક મંદિર બગથળા સહિત રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા, સહિતના સભ્યો સમૂહલગ્નની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW