12/11/24 નાં રોજ શ્રી જે. એસ. વાઢેર ભુસ્તરશાત્રી,મોરબીની ખનીજચોરી અટકાયત બાબતે તપાસ હાથ ધરી કામગીરી કરવા બાબતની સૂચના અન્વયે અત્રેની કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ધોળાકુવા વિસ્તાર ,મોજે. લુણસર તા. વાંકાનેર ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં એક SANY કંપનીનું એક્સકેવેટર મશીન નંબર જેના નં. 20SE21A0100661 ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં બે સંચાલક અનુક્રમે (1) રમેશભાઈ જાલાભાઈ ગમારા જાતે. ભરવાડ રે. લુણસર તા. વાંકાનેર અને (2) ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયા જાતે ભરવાડ કરાવતા હોય SANY કંપનીના મશીનને ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.“`





