Friday, May 2, 2025

નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૨૪ સપ્ટેમ્બરે વાંકાનેર ખાતે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૨૪ સપ્ટેમ્બરે વાંકાનેર ખાતે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

સંરક્ષણદળો-આર્મી, નેવી,એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા સંરક્ષણદળો-આર્મી, નેવી,એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો– વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે એક માસના, રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૦૧/૧૦/૨૦૨૪ની આસપાસથી શ્રી એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે શ્રી એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW