Monday, June 15, 2026

અમારી બાતમી પોલીસને કેમ આપે છે એમ કહી યમુના નગર વિસ્તારના યુવાનને બે શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યમુના નગર શેરી નંબર 2 માં રહેતા ફરિયાદીને બે જેટલા શખ્સોએ તું મારી બાત મેં પોલીસને કેમ આપે છે એમ કહીને માર માર્યો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી યમુનાનગર શેરી નં -૦૨ બ્લોક નં -૨૧ માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઇ ડાંગર (ઉ.વ.૪૦) એ આરોપી સાગર ધીરૂભાઇ ચાવડા તથા રાજદીપ ઉર્ફે છોટીયા મીયાત્રા રહે. બંને યમુનાનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તું અમારી બાતમી પોલીસને આપે છે તેમ કહી લાકડી વડે ફરીયાદીને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW