Saturday, June 6, 2026

મોરબીના લાભનગર વિસ્તારમાં તસ્કરો એ મકાનમાં હાથ ફેરો કર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ચોરીની ઘટનાઓ તથા ચોરીના બનાવ અવરનવર સામે આવે છે ઘણી વખત ચોરી કરતા ઈસમોના સીસીટીવી પણ સામે આવે છે. ત્યારે મોરબીમાં એક ચોરીની ફરીયાદ નોંધાતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મોરબીના વિશીપરા લાયન્સનગર નવલખી રોડ પર રહેતા જયેશભાઇ દલપતભાઈ પરમાર (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૦-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી પોતાના રહેણાંક મકાને પરિવાર સાથે નિચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે મકાનનો દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીનો લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા પાકીટ મળી કુલ કિ રૂ ૧,૬૭,૩૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,758

TRENDING NOW