Tuesday, March 10, 2026

વાંકાનેર ના વઘાસીયા ટોલનાકા નજીકથી દેશી દારૂ ભરેલ i20 કાર ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ ટીમે વઘાસીયા ટોલનાકા નજીકથી બાતમીના આધારે i20 કારમાંથી 150 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે કારચાલકની અટકાયત કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે વઘાસિયા ટોલનાકા નજીકથી બાતમીને આધારે શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 03 – જેસી – 5544 નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા રહે.કોરડા, તા.ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાંના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3000 મળી આવતા કાર સહિત 2,03,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી..

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW