Sunday, June 7, 2026

મોરબી જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી, અલગ અલગ ૧૨ જગ્યાઓ પરથી દેશી વિદેશી દારૂનો રૂ. ૪,૧૭૦/- રૂપિયાનો જથ્થો ઝડપી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી, અલગ અલગ ૧૨ જગ્યાઓ પરથી દેશી વિદેશી દારૂનો રૂ. ૪,૧૭૦/- રૂપિયાનો જથ્થો ઝડપી પાડયો.

શું મોરબી જિલ્લામાં આટલો જ દારૂ હશે ?

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગત રોજ ૨૪ કલાકમાં આશરે ૧૨ જેટલી જગ્યા પરથી વિદેશી તેમજ દેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં આશરે રૂ. ૪,૧૭૦/- રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો કદાચ મોટો જથ્થો ક્યાંય હશે નહિ …!!

ત્યારે આ ૧૨ ગુન્હાની જો વાત કરીએ તો,

પ્રથમ ગુન્હામાં વજેપર ના ઝાપા પાસે જાહેરમા નગર દરવાજા નજીક થી રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ સાંથલીયા ને દેશી દારૂ ભરેલ પ્લા.ની આશરે ૨૦૦ એમ.એલ ની કોથળીઓ નંગ-૨૯ દેશીદારૂ લી.૬ કિ રૂ,૧૨૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે..

બીજા ગુન્હામાં કાલીકા પ્લોટ શેરી નં.૧ માં જાહેરમા અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયાને વિદેશી દારૂ ભરેલ ગ્રીન લેબલ ધ રાઈસ બ્લેન્ડ વીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની કંપનીની કાચની બોટલમાં આશરે ૭૦૦ એમ.એલ. જેટલો કેફી પ્રવાહી વિદેશી દારુ કિ રૂ,૩૦૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.

ત્રીજા ગુન્હામાં વાવડીરોડ શકિતધામ મંદીરની પાસે રોડ ઉપરથી રેખાબેન લલીતભાઇ વઘોરાને કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૩૨ દારૂ લીટર-૮ કી.રૂ.૧૬૦/- નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ચોથા ગુન્હામાં મોરબી વાંકાનેર ને.હા. રોડ વિશાલ ફનીર્ચર પાસે સીરામીક પ્લાઝા પાસે કૌશીકભાઇ ભાણજીભાઇ રંગપરીયાને વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૩ કિ.રૂ.૨૫૫૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખેલ હોય ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યો છે.

પાંચમા ગુન્હામાં લાભનગર વેજીટેબલ રોડ ખાતે ભરતભાઇ વાલજીભાઇ કગથરાને કેફી પ્રવાહી ૨૫૦ એમ.એલ.ની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-૧૬ દેશીદારૂ લીટર-૪ કી.રૂ.૮૦/- નો રાખી મળી આવ્યો હતો. ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે.

છટ્ઠા ગુન્હામાં ત્રાજપર અવેળા પાસે જાહેર રોડ ઉપર બબીબેન વા/ઓ કૈલાસભાઇ મનજીભાઇ બાબરીયાને કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મી.લી.ની કોથળીઓ નંગ-૨૦ દેશીદારૂ લીટર-૦૫ કિં રૂ.૧૦૦/- નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન મળી આવતા ઝડપી પાડવામાં આવ્યા છે.

સાતમા ગુન્હામાં મોરબી તાલુકાના પીપળી ગામની સીમમા સિમેન્ટરોડની બાજુમા જગાભાઇ વાલાભાઇ જખાનીયા ને કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૦૭ કિ રૂ-૧૪૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવતો છે.

આઠમા ગુન્હામાં મોરબી તાલુકાના ટિંબડી ગામની સિમમા ઓઆસીસ સીરામિક કારખાનાની બાજુમા બેચરભાઈ ગણેશભાઈ વડસોલાને કેફી પ્રવાહી દેશીદારૂ લીટર.૦૫ કી.રૂ.૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

નવમા ગુન્હામાં મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયે એફિલ સિરામીક સામેથી જીલ્લાનીભાઇ કાસમભાઇ દાવલીયાને દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવતી છે.

દસમા ગુન્હામાં શકિતપરા ખીસ્ત્રીના દવાખાના પાસે હવુબેન વા/ઓફ અબ્દુલભાઇ મુંડેને ગે.કા. રીતે પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૮ કિં.રૂ.૧૬૦/- નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અગિયારમાં ગુન્હામાં સીંધાવદર થી વીડી ભોજપરા જતા રોડ પર કેનાલ પાસે જાહેરમાં સંગીતાબેન વા/ઓફ સુરેશભાઇ જખાણીયા પાસેથી કેફી પ્રવાહી ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૩૬ કેફી પ્રવાહી દેશી દારૂ લીટર-૦૯ કિ.રૂ.૧૮૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

બારમા ગુન્હામાં જબલપુર ગામ ના પાટીયા પાસેથી નરેશભાઇ ગોવિંદભાઇ ગોહીલ પાસેથી દેશી દારુ ભરેલ નાની-નાની કોથળીઓ નંગ- ૩૦ લીટર આશરે ૬ જેની કી.રુ.૧૨૦/- નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આમ અલગ અલગ ૧૨ જગ્યાએથી રૂ.૪,૧૭૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવતો છે.. શું ખરેખર આ સરાહનીય કામગીરી કહેવાય ને ?

Related Articles

Total Website visit

1,607,785

TRENDING NOW