પત્રકાર એક્તા પરિષદ નું દેવભૂમિ દ્વારકા જિલ્લા નું અધિવેશન જામ રાવલ ગામે યોજાયું..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યજમાન મનોજ સોની અને જિલ્લા પ્રમુખ અનિલ લાલ નું આયોજન ને સફળતા ના કળશ ચડી ગયા.
પત્રકાર એકતા પરિષદ નું દ્વારિકા જિલ્લા નું અધિવેશન જામ રાવળ ગામે યોજાતા,બહારથી આવતા મહેમાનો પ્રદેશ,જિલ્લા,ઝોન મહિલા વિગ ના હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે,ગામના શ્રેષ્ઠીઓ,અધિકારીઓ,રાજસ્થ મહેમાનો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી ની ઉપસ્થિતિ માં યોજાયેલ અધિવેશન માં સુંદર મંડપ નો સમિયાણો અને સંગીતના સથવારે પધારો મારે દેશ ની ધૂન સાથે પુષ્પ ગુચ્છ, દ્વારિકાધીશ નો પ્રસાદીનો ખેસ પહેરાવી એક બીજાને ભેટી સ્વાગત કરવામાં આવ્યું હતું..



સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ ના પત્રકાર એકતા પરિષદ ના આગેવાનો અને શ્રેષ્ઠીઓ,વરિષ્ઠ પત્રકારો ની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરતા પત્રકાર એકતા ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા..શબ્દો થી મહેમાનોના સ્વાગત બાદ મહેમાનો નું જિલ્લા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સુંદર પ્રવેશ,સ્ટેજ, સમિયાણો સાથે સંગીતના સુર રેલાયા ને વરિષ્ઠ સાત પત્રકારો નું સન્માન,સાથે હસમુખ પટેલ અમદાવાદ ના મુખે સંગઠન ની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમ ની તૈયારી ઘરની દીકરી ના લાગણી તૈયારી પિતા કરતા હોય ત્યારે કોઈ કચાશ ન હોય,એવી તૈયારી હતી. સમગ્ર કાર્યક્રમ ના ભરપેટ વખાણ થાય,અને એક એક પત્રકારના મુખ મુદ્રા પર ખુશી નો અહેસાસ જોવા મળે ત્યારે આપોઆપ નક્કી થાય કે કાર્યક્રમ સફળ હતો..
મનોજ ભાઈ સોની વિદેશની ટૂર માં વ્યસ્ત હોવા છતાં એક ટીકીટ છોડી બીજી ટીકીટ લઇ જામ રાવલ પહોંચ્યા હતા.અને સતત સવાર સુધી કાર્યક્રમ ની તૈયારી કરી અનેક યુવાનોને ઉભે પગે કામે લગાવ્યા હતા..કાર્યક્રમ નો પ્રારંભ પ્રદેશ અઘ્યક્ષ ના પ્રભાવી સત્ય છલકાતા પ્રવચન થી થતા એકદમ શાંતિ સ્થપાઈ ગઈ અને સરકાર પાસે પત્રકારો ની સમસ્યાના ઉકેલ માટે કરેલા પ્રયત્નો,પત્રકારો ઉપરની આફત સામે લડત અને સંગઠન નું મજબુતિ કરણ સાથે સમય પ્રમાણે ફેરફારો,ચોક્કસ ગાઈડ લાઇન, નિષ્ઠાવાન પત્રકારત્વ ની ટ્રેનિંગ જેવી શિબિર નો માહોલ જામ્યો હતો, વરિષ્ઠ પત્રકારો ના શબ્દ ઉચ્ચાર કાઇક એવા હતા આટલું સ્પષ્ટ વક્તવ્ય ક્યારેય સાંભળ્યું નથી,પત્રકારો ની ચિંતા કરતું સંગાથ પણ જોયું નથી ફરી બીજા અધિવેશન નું આમંત્રણ આપી સૌને જોડવા અપીલ કરી હતી..
કાર્યક્રમ ના યજમાન શ્રી મનોજભાઈ સોની, જિલ્લા પ્રમુખ શ્રી અનિલ લાલ ની ટીમ તેમજ સ્થાનિક યુવાનો ની મહેનત રંગ લાવી હતી,કર્યક્રમ ના અંતે સૌને દ્વારિકાધીશ નો પ્રસાદ,બે ત્રણ ગિફ્ટ ની કીટો તમામ પત્રકારો,મહેમાનો ને આપી “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરતી વ્યવસ્થા ને ન્યાય આપવામાં આવ્યો હતો,આભારવિધિ શ્રી મનોજભાઈ સીનીએ કરી હતી..





