લો બોલો હવે જમીનમાં દાટેલો 128 નંગ વિદેશી દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ શિવ શક્તિ કાંટા પાછળ આ કામના આરોપી ના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લિશ દારૂની બોટલો છુપાવી હોય ત્યારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ શિવશક્તિ કાંટા પાછળ આ કામના આરોપી વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ ના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ અલગ જગ્યાએ જમીન માં ખાડા બનાવી તેમાં ઇંગ્લિશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી તેનું વેચાણ કરતો હોય ત્યારે મોરબી તાલુકા પોલીસે સ્થળ પર રેડ કરી હતી ત્યારે ઈસમ શંકાસ્પદ હલચલ કરતો હોવાનું જણાતા મજકુર ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેમને જે જગ્યાએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતો તે જગ્યાએ એ જોતાં જમીનમાં એક પ્લાસ્ટિકનો આશરે 50 લિટર ક્ષમતા વાળો કેરબો દાટેલ હોય ત્યારબાદ ઝીણવટ ભરી રીતે તપાસ કરતા બીજા અલગ અલગ જગ્યાએથી પણ કેરબાઓ મળી આવ્યા હતા આમ કુલ સાત પ્લાસ્ટિકના કેરબાઓ મળી આવ્યા હતા અને જેમાંથી 128 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત ૪૯,૩૦૫/- રૂપિયા છે ત્યારે પોલીસે આ કામના આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





