Saturday, June 20, 2026

બાલ સ્વાસ્થ્ય શિબિર

Advertisement
Advertisement
Advertisement

બાલ સ્વાસ્થ્ય શિબિર

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ દ્વારા શાળાના બાળકો માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન લગધીરનગર પ્રાથમિક શાળા ખાતે તારીખ 09/02/2024 ને ગુરુવારના દિવસે થયું હતુ જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક રાવતભાઈ કાનગડ ઉપસ્થિત રહયા હતા. લગધીરનગર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ કાવરએ કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું. શાળાના બધા શિક્ષક સ્ટાફ તથા લગધીરનગરના શાળાના વાલીઓ વગેરે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, આઈ.એમ.એ. મોરબી તથા ડો વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ: શુલ્ક લોહીનું પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ . કાર્યક્રમની અંતમાં લગધીરનગર પ્રાથમિક શાળાના સહયોગથી પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમ સંયોજક
રાવતભાઈ કાનગડ

સચિવ
હિંમતભાઈ મારવાણિયા
અધ્યક્ષ
ડો જયેશભાઈ પનારા

ભારત વિકાસ પરિષદ
મોરબી શાખા

Related Articles

Total Website visit

1,608,749

TRENDING NOW