દ્વારકામાં ધારાસભ્યશ્રી પબુભા માણેકની અધ્યક્ષતામાં આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
૮૨-દ્વારકા વિધાનસભા ક્ષેત્રમાં ૨૦૦ કરતા વધારે લાભાર્થીઓનું મળ્યું પોતાના સ્વપ્નનું ઘર
પોતાના સ્વપ્નનું ઘર મળતા આવાસ યોજનાના લાભાર્થીઓએ વર્ણવ્યા પોતાના પ્રતિભાવો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
જે અંતર્ગત દ્વારકા વિધાનસભા ક્ષેત્રનો કાર્યક્રમ ધારાસભ્યશ્રી પબુભા માણેકની અધ્યક્ષતામાં સનાતન સેવા મંડળ દ્વારકા ખાતે યોજાયો હતો. જેમાં ૮૨ દ્વારકા વિધાનસભા ક્ષેત્રના ૨૦૦ કરતા વધારે આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વધુમાં ધારાસભ્યશ્રી જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી રાજ્ય તેમજ સ્થાનિક ક્ષેત્રે આર્થિક પ્રગતિના દ્વાર ખુલ્યા છે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકામાં અનેક વિકાસના કામો થવાથી પ્રવાસીઓ સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. જેના થકી સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે તેમજ ગરીબ તથા માધ્યમ પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. અહીંયા ઉપસ્થિત સૌને મારો અનુરોધ છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ મેળવો તેમજ અન્યને પણ લાભ લેવા માટે પ્રેરિત કરો
આ તકે લાભાર્થીઓ ચૌહાણ રમેશભાઈ, કપિલ મોદી આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
મહાનુભાવો હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતીકાત્મક ચાવીઓ આપવામાં આવી હતી. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.











