Sunday, June 21, 2026

સૌરાષ્ટ્રની અંડર-૨૩ ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કિટમાંથી ઝડપાયો દારૂ-બિયર

Advertisement
Advertisement
Advertisement

સૌરાષ્ટ્રની અંડર-૨૩ ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કિટમાંથી ઝડપાયો દારૂ-બિયર

સૌરાષ્ટ્રના અંડર ૨૩ ટીમના ક્રિકેટ ખેલાડીઓ પાસેથી ચંદીગઢ એરપોર્ટ પર દારૂ-બિયરનો જથ્થો ઝડપાઈ જતાં હાહાકાર મચી જવા પામ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સી કે નાયડૂ ટ્રોફી અંડર – ૨૩ ટુર્નામેન્ટમાં ચંદીગઢ રમવા ગયેલ સૌરાષ્ટ્રની ટીમ ત્યાં મેચ જીતી ચંદીગઢથી રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના ચેકિંગ દરમ્યાન સૌરાષ્ટ્રની ટીમના પાંચ ખેલાડીઓની કિટમાંથી ૨૭ બોટલ અંગ્રેજી દારૂ તથા બે પેટી બિયરનો જથ્થો ઝડપાયો હતો. આ પાંચ ખેલાડીઓ રાજકોટ આવી સૌરાષ્ટ્રના સિનિયર ખેલાડીઓને દારૂ-બિયરના પાર્ટી આપીને ખુશ કરવાનો ઈરાદો હોવાનું સમજાય છે.

સૌરાષ્ટ્રની ટીમના પાંચ યુવા ખેલાડીઓની કિટમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ હિમાન્શુ શાહ તથા સેક્રેટરી જયદેવ શાહનો મીડિયાએ સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા. પણ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો અને શંકાસ્પદ રીતે મૌન ધારણ કરી લીધું હતું.

સૌરાષ્ટ્રના અંડર – ૨૩ ટીમના ખેલાડીઓ પાસેથી દારૂ-બિયર ઝડપાયાની ઘટનાએ સૌરાષ્ટ્રના ક્રિકેટ વર્તુળોમાં ભારે ટીકા સાથે ચર્ચા જાગી છે અને ખાસ કરીને ક્રિકેટ ખેલાડીઓના વાલીઓમાં ચિંતા જાગી છે.

Related Articles

Total Website visit

1,608,900

TRENDING NOW