Sunday, June 21, 2026

ભુજના વેપારીઓને ઇન્કમટેક્સની નવી કલમની સમજ આપતો સેમિનાર યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

ભુજના વેપારીઓને ઇન્કમટેક્સની નવી કલમની સમજ આપતો સેમિનાર યોજાયો.

તાજેતરમાં જ ઇન્કમટેક્સની નવી કલમ 43 (બીએચ)ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ભુજના વેપારીઓ અને ઉદ્યમીઓને તેની સમજ આપતો સેમિનાર ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તથા કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિયેશન દ્વારા યોજાયો હતો. આ કલમ મુજબ માઇક્રો અને સ્મોલ એકમને 15થી મહત્તમ 45 દિવસમાં ચૂકવણું ન કરવામાં આવે તો આ રકમ પૂરેપૂરી આવકમાં ઉમેરી દેવાશે તેવી અમલવારી 1 એપ્રિલથી થશે. પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ અનિલભાઈ ગોરે જણાવ્યું હતું કે આ કલમમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, એમએસએમઇનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓ પાસેથી કરેલી ખરીદી કે ખર્ચ ઇન્કમટેક્સમાં ક્યારે બાદ મળી શકે અને તેની સમય મર્યાદા શું છે ? અગર સમય મર્યાદામાં ચૂકવણું ન થાય તો શું થાય ? વગેરે જેવી માહિતી અને વિગતો વિશે જાણકારી મેળવવી અનિવાર્ય બની રહે છે. કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ પિંડોરિયાએ જણાવ્યું હતું કે, ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ખાસ ધ્યાનમાં રાખવા જેવા આ કાયદાની જોગવાઈઓ કઈ કઈ છે, તે કોને લાગુ પડે છે તે માટે આ ખાસ સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનારમાં અતિથીવિશેષ અને વક્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપિલ ઠક્કર દ્વારા ઇન્કમટેક્સમાં આવેલ સેક્શન 43 બીએચ પેમેન્ટ નિયમો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. ભુજ ખાતેના ચેમ્બર ઓફ કોમર્સ, ભુજથી જોડાયેલા અલગ-અલગ એસોસિયેશન તેમજ કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિયેશનના પ્રમુખો, સભ્યો વગેરે દ્વારા સેમિનારનો લાભ લેવામાં આવ્યો હતો, જેમાં શ્રી ઠક્કરે જણાવ્યું હતું કે, એમએસએમઇનો કાયદો વર્ષ 2006માં અમલમાં આવ્યો હોવા છતાં અસરકારક અમલ ન થવાથી તેને અનુરૂપ ફેરફારો કરી ઇન્કમટેક્સ કાયદામાં સમાવ્યો છે. વેપારી એમએસએમઇમાં રજિસ્ટર્ડ સપ્લાયર કે મેન્યુફેક્ચરર પાસેથી માલ ખરીદે અને તેને સમયમર્યાદામાં ચૂકવણું કરે તે માટે વેચનારને સહાયક આ કાયદો છે. આ કાયદો ફક્ત માઇક્રો અને સ્મોલ સ્તરના મેન્યુફેકચરર તથા સર્વિસ પ્રોવાઈડરને લાગુ પડે છે. મીડિયમ સ્તરના એન્ટરપ્રાઈઝ / વેપારીઓને લાગુ પડતો નથી. આ કાયદાનો હેતુ સમયસર ચૂકવણું થાય તે માટે છે. આવા અનેક મુદ્દાની તેમણે છણાવટ કરી હતી. જાણીતા ટેક્સ એડ્વોકેટ સચિનભાઈ નાકરે અતિથિવિશેષ કપિલભાઇનો પરિચય આપ્યો હતો તથા ચેમ્બરના સહમંત્રી જગદીશભાઈ ઠક્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સેમિનારના અંતમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી જેમાં સૌનો ઉત્સાહ, માહિતીની આપ-લે અને તેના પ્રત્યુત્તરમાં શ્રી ઠક્કર દ્વારા કરવામાં આવેલ છણાવટે આ સેમિનારની ફળશ્રુતિ, સફળતા રહી હતી. સેમિનારમાં પ્રવીણભાઈ પિંડોરિયા, જમનાદાસ ઠક્કર, પ્રશાંત કંસારા, હરિલાલ ગોર, નીલેશ સંપટ, અભિષેક શાહ, અરાવિંદ ઠક્કર, જય વ્યાસ, વિરાજ શાહ, અરાવિંદભાઈ ગોર, હસ્તીનભાઈ આચાર્ય, જાગૃતભાઈ અંજારિઆ, પૂર્વેશ ગણાત્રા, બંટીભાઈ પોપટ, ધર્મેન્દ્ર શાહ, રાજેશભાઈ ઠક્કર, મુકેશ પારી, જયંતીભાઈ અનમ, હિતેશ શેઠ, એડ્વોકેટ સંદીપ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું ચેમ્બરના મંત્રી જગદીશ ઝવેરી દ્વારા અને મીડિયા કો-ઓર્ડિનેટર ભદ્રેશ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,608,900

TRENDING NOW