જામ ખંભાળીયા મા રેવન્યુ પ્રેક્ટિસનસૅ (એડવોકેટ) એસો.ના પ્રમુખ તરીકે માલદેભાઈ હરદાસભાઈ ધમા (ગઢવી)ની નિયુક્તિ
ખંભાળિયા ના જાણીતા વકીલ માલદેભાઈ હરદાસભાઈ ધમા (ગઢવી) કે જેઓ ઘણા વર્ષ થી વકીલાત ના વ્યવસાય માં સંકળાયેલા પ્રમાણીક અને વિનમ્ર સ્વભાવ ના હોય અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા નાં ખંભાળીયા માં કોષાધ્યક્ષ છે, અને અગાઉ છ થી સાત વખત રેવન્યુ પ્રેક્ટિસનસૅ (એડવોકેટ) એસો. ખંભાળીયા ના ઉપપ્રમુખ તરીકે પણ વરણી થયેલ હતા હાલ રેવન્યુ પ્રેક્ટિસનસૅ (એડવોકેટ) એસો.ના પ્રમુખ તરીકે માલદેભાઈ હરદાસભાઈ ધમા ની વરણી થતા ખંભાળીયા ના રાજકીય આગેવાનો, વેપારી આગેવાનો, વકીલ મંડળ, પત્રકારમિત્રો સહિત ખંભાળીયા ની જનતા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી…





