Thursday, June 18, 2026

સ્મૃતિવનને સાંકળતી કોફી ટેબલ બુકનું મુખ્યમંત્રીએ કર્યું વિમોચન

Advertisement
Advertisement
Advertisement

સ્મૃતિવનને સાંકળતી કોફી ટેબલ બુકનું મુખ્યમંત્રીએ કર્યું વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજના સ્મૃતિવન પરની સ્મૃતિવન, અન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-જી.એસ.ડી. એમ.એ. દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને 23 વર્ષ પૂરાં થવા પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં 2001ના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં થયેલી ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેનીય છે કે, વડાપ્રધાન મોદીના દિશા નિર્દેશનમાં જે સ્મૃતિવન અને મ્યુઝિયમ ભૂકંપ પીડિતોની યાદમાં તૈયાર કરવામાં આવ્યા છે, તેનું લોકાર્પણ વડાપ્રધાને ઓગસ્ટ 2022માં કર્યું હતું. ભુજિયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી સાડા પાંચ લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડડોટ, 2023 એવોર્ડ, 13મો સીઆઇઆઇ ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ-2023, લંડન ડિઝાઇન એવોર્ડ-2023, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર-2023 વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.

Related Articles

Total Website visit

1,608,560

TRENDING NOW