Thursday, June 18, 2026

ગાંધીધામ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ૫૧ હજાર દિવડા પ્રગટાવ્યા.

Advertisement
Advertisement
Advertisement

ગાંધીધામ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ૫૧ હજાર દિવડા પ્રગટાવ્યા.

અનેક વર્ષોના વિલંબ બાદ અયોધ્યા ખાતે અયોધ્યામાં ભગવાન રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ સાથે વિશ્વભરના આસ્થાળુઓનાં હૃદય દીપી ઊઠયાં છે, ત્યારે આ ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં રોટકેટર કલબ અને ઓમગ્રુપના ઉપક્રમે આયોજિત કાર્યક્રમ તળે ઝંડાચોકમાં એક સાથે 51 હજાર દીવડા પ્રજ્વલિત કરાયા હતા.

જેને કારણે સમગ્ર સંકુલ દીપી ઊઠયું હતું. છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરના વિવિધ વિસ્તારોને શણગારવા સાથે વિવિધ પ્રકારની તડામાર તૈયારીઓ ચાલતી હતી. આજે સાંજથી ઝંડાચોક ખાતે જય શ્રી રામના નાદ સાથે શ્રદ્ધાળુઓનું આગમન થયું હતું. સંધ્યા સમયે ઝંડાચોક અને આજુબાજુના વિસ્તાર તેમજ જવાહર ચોક સુધીમાં દીવાઓ ગોઠવવામાં આવ્યા હતા, જે પ્રજ્વલિત થતાની સાથે દીપોત્સવી જેવો માહોલ ખડો થયો હતો,

ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી. અયોધ્યાની આરતીને લઈને અહીં વિશાળ એલ.ઈ.ડી. સ્કીનમાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરાઈ હતી. મહાઆરતી કાર્યક્રમમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો હતો. આ વેળાએ 51 નાસિક ઢોલના તાલે પ્રસ્તુત કરાયેલી કૃતિ સાથે સમગ્ર સંકુલ રામભક્તિ સાથે ગૂંજી ઊઠયું હતું. અવનવા ફટાકડા સાથે આતશબાજી સાથે આકાશ ઝળકી ઊઠયું હતું. મોટી સંખ્યામાં જોડાયેલા લોકોને આયોજક સંસ્થા દ્વારા પ્રસાદ વિતરણ કરાયું હતું. દીપોત્સવ અને અયોધ્યાની આરતી વેળાએ જય શ્રી રામના નાદ સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમંગે જોડાયા હતા. સંભવત: પૂર્વ?કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરાયું હતું.

દીપોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગાંધીધામ વાસીઓ ઊમટી પડયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રોટરેકટ કલબના પ્રમુખ તુષાર રાઠોડ, પ્રોજેકટ ચેરમેન જય બાલાસરા, સહચેરમેન નીલેશ બાલાસરા, મંત્રી ધિરેન ગઢવી તથા ઓમ ગ્રુપ સહિતના વિવિધ સંગઠનોએ સહકાર આપ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,546

TRENDING NOW