તારીખ:21-01-2024
Sub: તુલી’ઝ ટેલેન્ટેડ સ્ટાર – સીઝન 2, ઓલ ઈન્ડિયા સિંગિંગ,ડાન્સિંગ અને મ્યુઝિક કોમ્પિટિશનના લોન્ચ અને ઓડિશનને કવર કરવા માટેનું આમંત્રણ
ગુજરાતની સૌથી મોટી ગાયન, નૃત્ય અને સંગીત સ્પર્ધા ‘ટેલેન્ટેડ સ્ટાર 2023’ના સફળતા બાદ, આ વર્ષે તે સીઝન 2 – ઓલ ઈન્ડિયા ટેલેન્ટ હન્ટ સાથે આવી છે.
આ પ્રેસ મીટ આમંત્રણ મેગા ઓડિશનની સાથે ટેલેન્ટ હન્ટની લોંચ માટે છે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી જેમ કે ભુજ, રાજકોટ અને અન્ય શહેરો, ઉપરાંત મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ ગાયન, સંગીતનાં સાધનો,અને નૃત્યમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે સહભાગીઓ આવી રહ્યા છે.
ઈન્ફલ્યુએન્સર તુલી બેનર્જી અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અમજદ ખાન જેવા નિષ્ણાતોના સક્ષમ નેતૃત્વ હેઠળ,તુલી’ઝ ટેલેન્ટેડ સ્ટારનો ઉદ્દેશ્ય પ્રતિભા-આધારિત કૌશલ્યોની ઓળખ, સંવર્ધન અને પ્રોત્સાહન આપવાનો છે. તુલી’ઝ ટેલેન્ટેડ સ્ટાર સીઝન 2 ના વિજેતાઓ કુલ 6 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર જીતશે. ફાઇનલ માર્ચ 2024માં યોજાશે.
મુખ્ય મહેમાન – જાણીતા સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગ સાહસિક રૂઝાન ખંભાતા
Date : 21 જાન્યુઆરી 2024, રવિવાર
Time : સમયસર 11:00 am, ત્યારબાદ હાઈ-ટી
Address : તુલીચેન્ટ્સ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડમી, સીમા હોલ પાછળ, આનંદનગર રોડ, અમદાવાદ
RSVP : તુલી બેનર્જી, 9909220002





