Thursday, March 12, 2026

ગાંધીધામ ખાતે સોનલ માતાજીના 100માં શતાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી સાથે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

સંસારની બહુવિધ વ્યક્તિઓને જીવનના મુળભુત સત્યો તરફ વાળવાની જીવંત પ્રેરણા અને સમાજ કલ્યાણના ઉચ્ચ આદર્શોને લોકલક્ષી બનાવી ગયેલા સોનલમાંની ચાલુ સાલે ગઢવી સમાજના જન્મ સ્તાબદી વર્ષની સમાપ્તિ ગાંધીધામ ખાતે સોનલબીજની ઉજવણી સાથે થયો હતો…..

સમારોહ અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ ના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ એલ ગઢવી સમાજ વિશેષ પ્રગતિ કરે તે માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી, સોનલબીજની પુર્વ સંધ્યાએ અંજાર, ગાંધીધામ, આદિપુર ગઢવી સમાજ દ્વારા સંયુક્ત રીતે મહાશક્તિ ના ગુણગાન રૂપે ભવ્ય મહારેલી નું આયોજન કરાયું હતું. રેલીમાં વરજાંગભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી શ્રી શિવરાજભાઈ ગઢવી, શ્રી જીગરદાન અયાચી શ્રી તુલસીભા આલગા, શ્રી ધનરાજભાઈ મંધરીયા, શ્રી મુરજીભાઈ ગઢવી શ્રી રઘુવીરદાન ગઢવી બાબુભાઈ ગઢવી સહિત ચારણ સમાજના આગેવાનો જોડાયા હતા….

સોનલબીજ ના દિવસે સવારે મહાપ્રસાદ ના દાતા શ્રી નિતેશભા રાજાભા વિજલ (ગઢવી) સોનલમાં ની વિષેશ આરતી કરાયા બાદ ધોરણ ૫ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર સમાજ ના યુવાનો, માતાજીઓ, સાધુ – સંતોનું સંસ્થા દ્વારા સન્માન કરાયા હતા. સરસ્વતી સન્માન ના દાતા શ્રી દિલીપભાઈ હસુભાઈ અયાચી તેમજ શ્રી નિતેશભા રાજાભા વિજલ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સનીભાઈ નાંદણ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યુ હતું… મહેમાન તરીકે શ્રી માલતીબેન મહેશ્વરી (ધારાસભ્ય – ગાંધીધામ) શ્રી રમેશભાઈ મહેશ્વરી શ્રી એ કે સિંઘ (કારોબાર ચેરમેન ગાંધીધામ નગરપાલિકા) શ્રી ભરતભાઈ મીરાણી શ્રીમતી પુજાબેન નાથાણી શ્રી પુનશીભાઈ દુધરેજીયા શ્રી નરેશભાઈ ગુરબાની, શ્રી મુરજીભાઈ સચદે શ્રી વિરસલભા દેવસુર, ચમનભા લાંબા શુભમ દેથા,શ્રી જગદીશભાઈ અયાચી વિનોદભા લાંબા, મહેશભા કેશરીયા, રાઘવભા ભાંચરીયા, વિનયભા આલગા, તુલશીભા આલગા તથા ચારણ સમાજના આગેવાનોનું શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા ગોવિંદ ગઢવી અને તનવીબેન ગઢવી દ્વારા રાસોત્સવ ઉજવાયો હતો કાર્યક્રમ નું સંચાલન શ્રી જીગરભા ભોજગ અને આભારવિધી વિપુલભા ગઢવી દ્વારા કરવામાં આવી હતી આયોજન ને સફળ બનાવા શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ ના કાર્યકર્તા જોડાયા હતા…..

Related Articles

Total Website visit

1,595,544

TRENDING NOW