Monday, June 22, 2026

આઈ શ્રી સોનલ માતાજી ના “જન્મ શતાબ્દી મહોત્સવ” ની મઢડા સોનાલધામ ખાતે ભવ્ય તૈયારીઓ…

Advertisement
Advertisement
Advertisement

અહેવાલ રામ જોગાની

આઈ શ્રી સોનલ માતાજી ના “જન્મ શતાબ્દી મહોત્સવ” ની મઢડા સોનાલધામ ખાતે ભવ્ય તૈયારીઓ…

જૂનાગઢ તાલુકાના કેશોદ ગામે સોનલ ધામ ખાતે સોનલ માતાજી ના ૧૦૦ માં જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ચારણો અને અઢાર વર્ણ ના આસ્થા નું સ્થાન એટલે મઢડા સોનલધામ માતાજી નું જન્મ સ્થળ છે, ત્યાં ભવ્ય મંદિર પણ છે, ત્યાં દેશ વિદેશ થી ભક્તો દર્શન અર્થે આવતા હોય છે, અને દર વર્ષ પોષ સુદ બીજ નાં દિવસ ને “સોનલ બીજ” તરીકે વિવિધ જગ્યાએ ઉજવવા માં આવે છે, ત્યારે “સોનલ બીજ” ૧૦૦ મી હોય ત્યારે ૩ દિવસ તા.૧૧,૧૨,૧૩ સુધી સોનલબીજ ની “શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ”  તરીકે ઉજવણી થનાર છે, તેમાં દિવસ માં 2 સભા નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રાસંગિક સ્વાગત ઉદબોધન, પ. પૂ.સાધુ સંતો દ્વારા આશીર્વચન, પ્રાર્થના ગાન, યુવા અને ઉદ્યોગ, નારીશક્તિ વંદના , દાંડિયારાસ, સંસ્થા નો પરિચય, અને દરરોજ રાત્રે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશ માં પ્રખ્યાત કલાકારો અને લોક સાહિત્યકારો હશે, તેમજ આ ત્રિદિવસીય મહોત્સવ માં પ.પૂ. સાધુ સંતો, કવિ શ્રી ઓ, સરકારી ઉચ્ચ અધિકારી ઓ, તેમજ વિવિધ પક્ષ ના રાજકીય આગેવાનો, સામાજિક અને રાજકીય સભા માં રજવાડાઓ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે, તેમજ પૂજ્ય માતાજીઓ, સંતગણ, ભુવાઆતા શ્રીઓ, કથાકારો, ચારણ કથાકારો, કવિરાજ પરિવારો, ચારણ ગઢવી સમાજ ની સંસ્થાઓ, તેમજ ભારત સરકાર શ્રી દ્વારા મળેલ પદ્મશ્રી ઓ પણ ઉપસ્થિત રહેશે, આ માતાજી નો ૧૦૦ મો જન્મોત્સવ હોય આઈ ઉપાસકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

Related Articles

Total Website visit

1,609,054

TRENDING NOW