મોરબીના રફાળેશ્વરમાં જુની ફરિયાદ નો ખાર રાખી યુવકના ઘર પર હુમલો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જૂની ફરિયાદનો ખાર રાખી આઠ ઈસમોએ યુવાનના મકાન ઉપર હુમલો કરી તોડફોડ કરવાની સાથે ગાડીમાં પણ નુકશાન પહોંચાડતા આઠ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર રહેતા ફરિયાદી સુનિતાબેન ખીમજીભાઈ પરમારે આરોપી (૧) રાજેશભાઇ કિશોરભાઇ સુમેસરા, (૨) દક્ષાબેન રાજેશભાઇ સુમેસરા, (૩) ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા (૪) પિન્ટુ પરમાર (૫) ગજન રમેશભાઇ બારોટ (૬) કીશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા (૭) જશુબેન કિશોરભાઇ સુમેસરા (૮) ધર્મેશ કિશોરભાઇ સુમેસરા રહે.રફાળેશ્વર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી ગજન રમેશભાઇ બારોટને અગાઉ સુનિતાબેનના ભાઈ સાથે માંથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આ તમામ આરોપીઓએ ગેરાયદેસરની મંડળી રચી, એક સંપ કરી, પ્રાણઘાતક હથિયાર ધારીયુ તથા લાકડાના ઘોકા તથા ઇંટુના કટકા સાથે ફરીયાદીના ભાઇ અજયભાઇ જગદિશભાઇ ચૌહાણના ઘર પાસે આવી, ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, સાહેદ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત ફરીયાદીના મકાનના આગળ-પાછળના દરવાજામાં તથા બારીઓમાં તથા સાહેદ-સુલતાન ઉર્ફે પારસની ક્રેટા ગાડીમાં, ધારીયાથી તથા લાકડાના ધોકા તથા ઇંટુના કટકાના ઘા મારી નુકશાની કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા તમામ આઠ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.





