ખનીજ ચોરી સામે મુન્દ્રા ના જાગૃતિ નાગરિકો લાલધુમ કાર્યવાહી નઈ થાય તો લડી લેવાના મૂડમાં
હાલમાં જ મુંદરા તાલુકાના ખનીજ ચોરી અટકાવવા લડત લડી રહેલા પત્રી ગામના જાગૃત આગેવાન સ્વ પૃથ્વીરાજસિહનુ મર્ડર થયેલ છે આવી જ બીજી કોઈ અન્ય ઘટના બને એ પહેલા મુંદરા શહેરની ભુખી નદીમાં તમજ સમગ્ર મુંદરા તાલુકામાં થતી ખનીજ ચોરી સંપુર્ણ રીતે બધ કરાવશો મુંદરાની ભુખી નદીમાં વર્ષો અગાઉ અવસાન પામેલ વ્યકિતના નામે લીજ ચાલી રહી છે આ લીજમાં લીજ કરતા પણ વધુ રેતી અને મહોરમ માટીનો ખનન થયેલ છે આ જગ્યાએ થી રેતી ઉપાડનારા વ્યકિતીઓ જાગૃત નાગરીકો અને પત્રકારો સાથે દાદાગીરી કરતા હોવાની રાવ ઉઠી છે મુંદરા શહેરને બરોબર અડીને આવેલી આ નદી વ્યાપક રીતે થતી ખનીજ ચોરી ના કારણે દિવસે દિવસે નદી એ નદી મટી ખીણ બની રહી છે આ નદીમાં ચાલતી લીજ તાત્કાલીક રદ કરશો અને આ નદીને સુરક્ષિત રાખવા તેમજ લોકોની સુખાકારી અને જાન માલ ને હાનિ ન પહોચે ત માટે પણ આ નદીમા થત ગેર કાયદેસર ખનન તાત્કાલીક ધોરણે બધ કરાવશો.



ઉપરોકત વિષયની ગભીરતાને ધ્યાને લઈ સમગ મુંદરા તાલુકામાં ચાલતી ખનીજ ચોરી તાત્કાલિક અસરથી સંપુર્ણ બંધ કરાવશો તેમજ મુંદરા શહેર ન અડીને આવેલ ભુખી નદીમાં અવસાન પામેલ વ્યકિતના નામે ચાલતી રેતી ખનનની લીજ જે પર્યાવરણ ને નુકશાન કરી રહેલ છે જેના કારણે નદીમાં ૬ થી ૮ મીટર ના ખાડા થઈ ગયા છે એના કારણે નદી ખીણ બની ગયેલ છે એ લીજ તાત્કાલીક અસરથી રદ કરશો અને મુંદરા શહેર ના એકદમ લગોલગ પશ્ચીમ બાજુ આવેલ સુખપર ગામથી સરકારી બગાયતી વિભાગ ની ચીચીવાડી સુધી નદીના પટ માં અદાજીત ૨ કિલોમીટર વિસ્તારમાં દરરોજ અન્ય ઈસમો દવારા સેંકડો ટન રેતીની ગેરકાયદેસર ખનન કરી ચોરી કરવામાં આવી રહેલ છે આ રતી ખનીજ ચોરી અટકાવો સમગ્ર નદી વિસ્તારનો સ્થળ પંચનામુ કરી રોજની સેંકડો ટન રેતીની ગેરકાયદેસર ખનીજ અને રેતી ચોરી કરી રહેલ ઈસમો પર નિયમ મુજબની થતી કાયદેસરની ધાક બેસાડતી કાર્યવાહી કરશો એવી વિનંતી છે અન્યથા મુંદરાનો ગૌરવ સમાન ભખી નદીને બચાવવા માટે નજીકના સમયમાં અમોને બહોળી સખ્યામાં લોકોને સાથે રાખી આદોલન કરવાની ચિમકી અપાઈ…
મુન્દ્રા શહેર અને તાલુકાના જાગૃત આગેવાનોની રજુઆત બાદ મુન્દ્રા પોલિસ આવી એક્શનમાં..
મુન્દ્રામાં ગેરકાયદેસની પ્રવુતિ અટકાવવા અને એમના પર કડક કાર્યવાહી કરવા માટે મુન્દ્રા પોલિસ સ્ટેશનના પી.આઈ શ્રી જે.વી. ધોળા સાહેબ દ્વારા બાહેધરી આપવામાં આવી.
મુન્દ્રા શહેર અને તાલુકાના જાગૃત અને સામજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંજયભાઈ બાપટ, ગજેન્દ્રસિંહ ચોહાણ, ભરતભાઈ પાતારિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ મોથારિયા, જાવેદભાઈ પઠાણ , ભરતભાઈ ધેડા, જગદીશભાઈ મહેશ્વરી, સિરજભાઈ મલેક, દીપકભાઈ પરમાર, ઈમરાનભાઈ લંગા, સંજયભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ સીંચ, ભગુભા જાડેજા, અલ્તાફ ભાઈ રેલિયા, બાબુભાઈ સોંધરા, થેબા આદમભાઈ, દીપકભાઈ ભોઇયા, રાજેશભાઈ મહેશ્વરી, નિલેશભાઈ બુચિયા, મગનભાઈ સુમાર હાજર રહ્યા હતા…





