Monday, June 22, 2026

મુંદરાની ક્રોમેની સ્ટીલ કંપનીની અંદર, પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવતાં રહસ્ય સર્જાયું

Advertisement
Advertisement
Advertisement

મુંદરાની ક્રોમેની સ્ટીલ કંપનીની અંદર, પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવતાં રહસ્ય સર્જાયું

મુંદરાના રતડીયા નજીક આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીની અંદર, પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવતાં રહસ્ય સર્જાયું છે. આ કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું? અપમૃત્યુ કેવી રીતે થયું? સવાલોના જવાબ જાણવા પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે. અંદાજે આઠ-દસ મહિના અગાઉ અપમૃત્યુનો બનાવ બન્યો હોવાનું પોલીસનું માનવું છે. ગઈકાલે સાંજે કંપનીના કંપાઉન્ડમાં ગાયો ઘૂસી આવતાં સિક્યોરીટી ગાર્ડ ગાયો બહાર ભગાડવા જતાં કંપનીની પાછળ આવેલા પાણીના ભૂગર્ભ ટાંકા પાસે પહોંચ્યો હતો. ટાંકામાં નજર કરતાં હાડપિંજર પર નજર પડતાં મામલો બહાર આવ્યો હતો. લાંબા સમયથી કંપની બંધ પડેલ હોવાથી પાણીના ટાંકાનો લાંબા સમયથી ઉપયોગ કરાતો ન હતો. પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિક ત્રિવેદીએ અકસ્માત મૃત્યુની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,026

TRENDING NOW