ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ ક્લબ મોરબી સીટી ના ઉપ ક્રમે સિલાઈ મશીન વિતરણ નો કાર્યક્રમ યોજાયો,
મોરબી તારીખ 2,
આજ રોજ શ્રી હરિભાઈ આદ્રોજા ના ગ્રાઉન્ડ માં મોરબી શહેર માં છેલ્લા 14 વર્ષ થી ગંગા સ્વારૂપ સહાય સમિતિ વિધવા બહેનો ને વિવિધ રૂપે સહાય કરે છે જેમાં દર મહિને રેસન કીટ, અને દર વર્ષે વિધવા બહેનો ની દીકરીઓ ના સમૂહલગ્ન નું આયોજન કરે છે, અત્યાર સુધી 197 દીકરીઓ ને સાસરે વળાવી છે, આ ઉપરાંત આવી દીકરીઓ રોજી રોટી કમાય તે હેતુ માટે હેતલબેન ભટ્ટ દ્વારા સિલાઈ ની 3 માસ ફ્રિ માં ટ્રેનિંગ આપાય છે અને ત્યાર બાદ આ દીકરીઓ ને સિલાઈ મશીન અપાય છે અત્યાર સુધી માં 140 દીકરીઓ ને સિલાઈ મશીન આપવામાં આવેલ છે, આ ઉપરાંત ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા આ દીકરીઓ ને બ્યુટી પારલ નો કોર્ષ ઉમાં બ્યુટી પાર્લર વાળા ઉમાબેન સોમૈયા દ્વવારા કરાવવામાં આવે છે અને ત્યાર બાદ કીટ ફ્રિ માં આપવામાં આવે છે,
આ ઉપરાંત વિધવા બહેનોના સંતાનો ને શેઠશ્રી પી. જી
પટેલ કોલેજ માં એકદમ રાહત દરે ભણાવવા માં આવે છે,




શીલાઈ મશીન વિતરણ માં લાયન્સ ક્લબ મોરબી સીટી ના વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને જસ્વીકા રૂપાલા, કેશુભાઈ દેત્રોજા અને ટી સી ફુલતરીયા હાજર રહેલ,
ગંગા સ્વારૂપ સહાય સમિતિ ના પ્રયોજક શ્રી દેવકરણ ભાઈ આદ્રોજા અને શ્રી ચંદ્રકાન્ત દફતરી, શારદાબેન આદ્રોજા, અને વિનુભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ હતા,
શ્રીમતી કાજલબેન અને રાજુભાઈ દેત્રોજા એ સનચલન કરેલ હતું દાતા પરિવાર ના શ્રીમતી હીનાબેન વાસદડીયા અને પ્રીતિબેન મારવણીયા ઉપસ્થિત રહેલ હતા,





