Friday, August 14, 2026

ધ્રોલના લતીપુર ગામ ખાતે AFPRO-BCI કાર્યક્રમ અંતર્ગત લીડ ફાર્મરોની તાલીમ શિબિર યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

ધ્રોલના લતીપુર ગામ ખાતે AFPRO-BCI કાર્યક્રમ અંતર્ગત લીડ ફાર્મરોની તાલીમ શિબિર યોજાઈ

ધ્રોલ : ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે ગત તા.૩૦-૧૧-૨૦૨૩ ને ગુરૂવારના રોજ AFPRO-BCI કાર્યક્રમ અંતર્ગત લીડ ફાર્મરોની તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં ૧૫૦થી વધું ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રોલ તાલુકાના લતીપુર ગામ મેલડી માતાજીના મંદિર ખાતે તારીખ 30-11-2023 ને ગુરૂવારના રોજ Afpro-Bci કાર્યક્રમ અંતર્ગત લીડ ફાર્મરોની તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં 150થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા .જેમાં પીયુ મેનેજર પ્રવીણભાઈ ગોધાણી દ્વારા Afpro-Bci હેતુઓ , ખેડૂતોની આજીવીકામાં સુધારો કરવો, વાતાવરણમાં થતી હાનિકારક અસર ઘટાડવી, કપાસની સપ્લાય ચેઈન બાબતે જણાવેલ ,Afpro પ્રોજેક્ટ મેનેજર બંસલે વાતાવરણમાં બદલાવ અને તેના ઉપાયો વિશે સમજાવેલ, ચતુરભાઈ મકવાણા દ્વારા યોગ્ય ખાતર વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી, kvk માંથી બારૈયા સર દ્વારા સંકલિત જીવાત નિયંત્રણ બાબતે માહિતી આપેલ, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મુકેશભાઈ દ્વારા ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આપી, નેટાફિમમાંથી બટુકભાઈ હાજર રહેલ અને ટપક સિંચાઈ વિશે માહિતી આપી. આ કાર્યક્રમ સફળ બનાવવા Pu 79ના સ્ટાફે ભારે જહમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,625,264

TRENDING NOW