મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા આધેડનું મોત
મોરબી: મોરબીના પાડા પુલ પરથી નીચે પટકાતા આધેડનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જગદીશભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ ૫૬ રહે બગથળા તા.જી મોરબીવાળાનુ મોરબીના સામા કાંઠે આવેલ પાડા પુલ ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





