દેવભૂમિ દ્વારકા ખાતે આગામી ૨૭ ના રોજ નિ:શુલ્ક નેત્રયજ્ઞ યોજાશે.
સોમવારના રોજ ૧૦૨ માં નિ:શુલ્ક નેત્રયજ્ઞ નું આયોજન. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા, પુજ્ય, શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હૉસ્પિટલ, રાજકોટ, શ્રી આનંદભાઈ ગોકાણી, મેનેજિંગ ટ્રસ્ટી, માતૃ શ્રી
મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરિટેબલ ટ્રસ્ટ, દ્વારકા ના સહયોગ થી તા.૨૭/૧૧/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રી લોહાણા મહાજન વાડી, દ્વારકા ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞ નું આયોજન કરવામાં
આવેલ છે. જેમાં રાજકોટના આંખના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સેવા આપશે. જેમાં આંખના રોગનું નિદાન કરી દવા આપવામાં આવશે અને મોતિયાના
ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પમાં દિવસે જ રાજકોટ લઈ જઈ નિ:શુલ્ક મોતિયાનું ઓપરેશન કરાવી નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી દ્વારકા
પરત લાવવામાં આવશે. દર્દીઓને લાવવા લઈ જવા, રહેવા – જમવાની સુવિધા પણ વિના મૂલ્ય રાખેલ છે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં
આવશે નહીં. તો આ કેમ્પ નો લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ છે. કેમ્પના દિવસે સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ વચ્ચે નામ નોંધવાનું રહેશે.
કેમ્પ અંગે સંપર્ક
(૧) શ્રી અશ્વિનભાઈ સી.ગોકાણી(દ્વારકા) મો.નં.- ૯૮૭૯૧૭૭૧૪૦
(૨) શરૂ દિલીપભાઈ કોટેચા(મીઠાપુર) મો.નં.- ૯૮૨૪૨૩૮૧૬૩
(૩) શ્રી હસમુખભાઈ કાનાણી(સુરજકરાડી) મો.નં. – ૮૧૨૮૫૯૫૯૯૬





