Friday, July 3, 2026

મોરબીમાં યુવકને એડવાન્સ રૂપિયા આપવાનું કહી એક શખ્સે 74 હજારથી વધુની છેતરપિંડી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં યુવકને એડવાન્સ રૂપિયા આપવાનું કહી એક શખ્સે 74 હજારથી વધુની છેતરપિંડી કરી

મોરબી: મોરબીમાં એક શખ્સે આર્મીમા હોવાનું જણાવી જવાનોની લેબોરેટરી કરાવવાનું કહી યુવકને એડવાન્સ રૂપિયા આપવાનું કહી યુવકના ગુગલ પે એકાઉન્ટમાં આરોપીના ક્રેડિટ કાર્ડ નંબર નખાવત યુવકના બેન્ક એકાઉન્ટમાંથી ૭૪,૭૦૦ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અશોકભાઇ પ્રવીણભાઈ ટુંડીયા (ઉ.વ.૨૯) રહે. નાની વાવડી ગામે બજરંગ સોસાયટીમા તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૯-૨૦૨૩ ના રોજ રોજ ફરીયાદીને અજાણ્યા આરોપીએ પોતે આર્મીમા હોવાનુ જણાવી તેમના આર્મી જવાનોની લેબોરેટરી કરાવવાનુ કહી ફરીયાદીને એડવાન્સ રૂપીયા આપવાનુ કહી ફરીયાદીના ગુગલ પે એકાઉન્ટમા આરોપીએ તેના ક્રેડીટકાર્ડના નંબર નાખવતા ફરીયાદીના બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાથી રૂ.૭૪,૭૦૦/- ફરીયાદીની જાણ બહાર ઉપાડી મેળવી લીધા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અશોકભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૨૦, આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,802

TRENDING NOW