મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરનાર ઈરફાન વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી અને આરોપી ઈરફાન ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે વાતચીત થઈ હતી બાદમાં યુવતીના ભાઈ ને ખબર પડી જતા યુવતીએ ઈરફાન સાથે સંપર્ક તુટી ગયો હતો બાદ ઇરફાને યુવતીને વિડિયો કોલનુ રેકોર્ડિંગ વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને પોતાના મામાની વાડીએ લઈ જય છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે નાના દહીંસરા ગામનો ઇરફાન અલીભાઈ સુમરા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યો હતો અને આ સંપર્ક ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલ કરવાના શરૂ થયા હતા. જે બાદમાં યુવતીના ભાઈને જાણ થતા યુવતીએ ઇરફાન અલીભાઈ સુમરા સાથે સંબંધ કટ કરી નાખ્યા હતા અને મોરબી ખાતે ભાઇ સાથે રહેવા લાગી હતી. જ્યારે યુવતીએ સંબંધો કાપી નાખતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીનું મોરબીના પંચાસર રોડ ઉપરથી ગઈકાલે અપહરણ કરી નાના દહીંસરા ગામે આરોપી ઇરફાન તેના મામાની વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે બાદમાં ભોગ બનનાર યુવતીના પરિવારે હિંમત જુટાવી ન નાના દહીંસરા ગામના રહેવાસી આરોપી ઇરફાન અલીભાઈ સુમરા ઉ.૨૭ વાળા વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ, આઇટી એકટ સહિતની ભારેખમ કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.





