Saturday, July 4, 2026

મોરબી: શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે પરણીતાએ ફરીયાદ નોંધાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી : મોરબીની દિકરી કચ્છના ગાંધીધામ ખાતે સાસરીયે હોય ત્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણીતાને શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રહેવાસી કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના અને હાલ મોરબીના વીસીપરા મદીના સોસાયટી પવીત્ર કુવા પાસે રહેતા સમીમબેન સુલેમાનભાઈ જીંગીયા એ આરોપી સલેમાનભાઈ અબ્બાસભાઈ જીંગીયા, હનીફભાઇ અબ્બાસભાઈ જીંગીયા, મરીયમબેન હાસમભાઈ જીંગીયા, નુરજહ ઉર્ફે નુરીબેન અયુબભાઈ જીંગીયા, હજીયાણા ઉર્ફે સરીફબેન અયુબભાઈ જીંગીયા તથા જીન્નતબેન અયુબભાઈ જીંગીયા રહે. બધા – એકતાનગર કિડાણા સોસાયટી ગાંધીધામ તા. ગાંધીધામ જઈ. કચ્છવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૨-૨૦૨૩ થી ૦૪-૦૮-૨૦૨૩ સુધી ફરીયાદીને આરોપીઓએ અવાર નવાર નાની નાની બાબતોમા તથા ઘરકામ બાબતે મારકુટ કરી તુ બવ જાડી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તને રાખવી નથી તેમ કહી ફરીયાદીના પતિને ખોટી ચડામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર સમીમબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,003

TRENDING NOW