ટંકારાના છતર ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની 48 બોટલો સાથે એક પકડાયો
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી (ઉ.વ.૨૧) રહે. અવધના ઢાળીયે કાલાવડ રોડ આંબેડકરનગર મકાન નંબર -૩૦૮ તા.જી. રાજકોટવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ.૧૪,૪૦૦ તથા સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર – GJ-03-BU-3295 કિં.રૂ. ૭૦,૦૦૦ કુલ કિં રૂ.૮૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી રહે. રાજકોટવાળાને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





